ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2023 (14:17 IST)

ભારત-પાકિસ્તાન મેચમાં ભૂલથી પણ લાગણી દુભાય એવી ટિપ્પણી નહીં કરવા સાયબર ક્રાઈમની વોર્નિંગ

india pak match
india pak match
વર્લ્ડ કંપની સિઝન ચાલી રહી છે અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટરસિકો અધિરા બન્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ભારત-પાકિસ્તાન મેચને લઇ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી ન કરવા જણાવાયું છે. એટલું જ નહીં કોઇ પણ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે.પોલીસ દ્વારા એવો પણ અનુરોધ કરાયો કે પર્સ, મોબાઇલ ફોન, કેપ તેમજ જરૂરી દવાઓ જ સ્ટેડિયમમાં લઇ જઇ શકાશે. આ સિવાયની તમામ વસ્તુ સ્ટેડિયમમાં પ્રતિબંધિત રહેશે. સાથે જ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ ન કરવા પણ તાકીદ કરી છે. પોલીસના જણાવાયા અનુસાર સાયબર ક્રાઇમ, શહેર પોલીસ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જણાવાયું છે.