સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Updated : શુક્રવાર, 3 મે 2019 (18:37 IST)

પોરબંદર લોકસભા ચૂંટણી 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  રમેશ ધડુક (ભાજપ)  લલિત વસોયા (કોંગ્રેસ) 
 
પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. પોરબંદરની (નંબર- 11) બેઠક ઉપરથી ભાજપે રમેશભાઈ ધડૂકને અને કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. ગત વખતે ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને પરાજય આપ્યો હતો. ગત વખતે એનસીપી તથા કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું.
 
આ સાથે માણાવદરની પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા આહીર સમુદાયના નેતા જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કૉંગ્રેસે અરવિંદભાઈ લાડાણીને ઉમેદવાર બનાવ્યા છે. લલિત વસોયા પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર નીકળેલા નેતા છે.
 
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. જેતપુરનો સાડી ઉદ્યોગ ગુજરાતમાં વિખ્યાત છે.
 
ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભાક્ષેત્ર આ બેઠક હેઠળ આવે છે.
 
આ બેઠક ઉપર 863973 પુરુષ, 796947મહિલા તથા 12 અન્ય સહિત કુલ 1660932 મતદાતા નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.