શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (17:22 IST)

ભાવનગર લોકસભા ચૂંટણી 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  ડૉ. ભારતીબહેન શિયાળ (ભાજપ)   મનહર પટેલ  (કોંગ્રેસ) 
 
ભાવનગરના અલંગમાં દેશ-વિદેશથી જહાજ ભાંગવા માટે આવે છે. ભાવનગર (નંબર 15) બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. ભારતીબહેન શિયાળને રિપીટ કર્યાં છે, ગત વખતે તેમણે કૉંગ્રેસના પ્રવીણ રાઠોડને પરાજય આપ્યો હતો. આ વખતે કૉંગ્રેસે પાટીદાર સમાજના મનહર પટેલને ટિકિટ આપી છે. જ્યારે ડૉ. શિયાળ કોળી સમુદાયનાં છે.
 
ડૉ. ભારતીબહેન શિયાળ આ બેઠક ઉપરથી ચૂંટાયેલાં પ્રથમ મહિલા સાંસદ છે. બોટાદ અને ગઢડા વિધાનસભા બેઠક ઉપર સ્વામિનારાયણ સમુદાયના અનુયાયીઓનું પ્રભુત્વ છે. 
 
તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા તથા બોટાદ આ લોકસભા હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 
919883 પુરુષ, 847122 મહિલા, 35 અન્ય સહિત કુલ 1767040 મતદાતા નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.