બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : ગુરુવાર, 4 એપ્રિલ 2019 (13:51 IST)

કોગ્રેસના આગેવાનોને સર્જિકલ સ્ટ્રાઇકમાં બોમ્બ સાથે બાંધી ફેંકી દો : કેબિનેટ મંત્રી દિલીપભાઈ

પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાબીએ બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલાં એમ. એન. હાઇસ્કૂલમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ભાજપના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે બફાટ કર્યો હતો. તેમણે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગનારા કોંગ્રેસીઓનો બોમ્બ સાથે બાંધી ફેંકી દેવાની વાત કરી હતી. દિલીપ ઠાકોરે બફાટ કરતા કહ્યું હતું,કોંગ્રેસના આગેવાનો સર્જિકલ સ્ટ્રાઇક બાબતે સાબિતી માંગે છે તેવા કોંગ્રેસના આગેવાનોને સ્ટ્રાઈક દરમિયાન વિમાનની નીચે બાંધી આતંકવાદીઓના વિસ્તારમાં બૉમ્બ સાથે ફેંકી દેવા જોઈએ. દિલીપ ઠાકોરે કોંગ્રેસનેજ પાકિસ્તાન ગણાવતા વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનરૂપી કોંગ્રેસને મતદાન રૂપી હુમલો કરી ક્યાંય ગણતરીમાં ના રહેવા દેવાનું કહ્યું હતું. ઉલ્લેખની છે કે અગાઉ ભાજપના જ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ થોડા દિવસ પહેલાં વિવાદિત નિવેદન આપ્યું હતું. ગણપત વસાવાએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી શિવજીનો અવતાર હોય તો તેમને 500 ગ્રામ ઝેર આપવું જોઈએ જો, સામી ચૂંટણી કાઢી નાંખે તો અમે માનીએ કે તેઓ શિવજીનો અવતાર છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભાજપા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકાર પાસે ફિદાયીન હુમલાવર થવાની અને સરકાર પરવાનગી આપે તો પાકિસ્તાનમાં ફિદાયીન હુમલો કરવા જવાની પરવાનગી માંગી હતી.