મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 18 મે 2019 (10:22 IST)

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા મોદી ભોલેબાબાના શરણમાં

. લોકસભા ચૂંટણીના અંતિમ ચરણના મતદાન માટે ચૂંટણી પ્રચાર કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પ્રવાસ પર જશે.  આ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ હિમાલયી ધામ કેદારનાથ અને બદરીનાથના દર્શન કરશે. પોતાના બે દિવસીય પ્રવાસમાં પ્રધાનમંત્રી આજે કેદારનાથ અને આવતીકાલે ચૂંટણીના દિવસે બદરીનાથમાં રહેશે. પીએમ મોદી સવારે 7.30 વાગ્યે દિલ્હીથી જૌલીગ્રાંટ એયરપોર્ટ દેહરાદૂન માટે રવાના થશે. 
 
ચૂંટણી આયોગે ઉત્તરાખંડ પ્રવાસને આપ્યુ ગ્રીન સિગ્નલ 
સૂત્રો મુજબ ચૂંટણી પંચે પીએમ મોદીને શનિવાર અને રવિવારના રોજ ઉત્તરખંડ સ્થિત કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રા કરવાની અનુમતી આપી છે.   સાથે જ પ્રધાનમંત્રી કાર્યાલયને યાદ અપાવ્યુ કે લોકસભા ચૂંટણી 2019 માટે લાગૂ આદર્શ આચાર સંહિતા હાલ પ્રભાવી છે. માહિતી મુજબ પ્રધાનમંત્રી કાર્યાલયે મોદીના બે દિવસીય ઉત્તરાખંડ યાત્રા પર ચૂંટણી પંચનુ વલણ પુછ્યુ હતુ. 
 
આવતીકાલે થશે સાતમુ અને અંતિમ ચરણનું મતદાન 
 
સમગ્ર મામલા સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યુ કે આ એક સત્તાવાર યાત્રા છે તેથી પંચે પ્રધાનમંત્રી કાર્યાલયને ફક્ત એ યાદ અપાવ્યુ છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે 10 માર્ચથી લાગૂ થયેલ આદર્શ આચાર સંહિતા હજુ પણ પ્રભાવી છે. લોકસભા ચૂંટણી 2019 માટે સાતમા અને અંતિમ ચરણનુ મતદાન રવિવારે 19 મે ના રોજ થવાનુ છે.  મતોની ગણતરી 23 મે ના રોજ થશે. 
 
આ છે પીએમ મોદીનો કાર્યક્રમ 
 
સવારે 9.10 વાગ્યે મોદી કેદારનાથ પહોંચશે 
- સવારે 9.15 થી 9.30 હેલીપેડથી કેદારનાથ મંદિર જશે 
- સવરે 9.30 થી 10 વાગ્યા સુધી પૂજા દર્શન કાર્યક્રમ છે. 
- સવારે 10 થી 10.50 સુધી પુનનિર્માણ કાર્યોનુ નિરીક્ષણ 
- સવારે 11 થી 11.30 વાગ્યા સુધી પુનનિર્માણ કાર્યોની મીટિંગ