શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 15 મે 2019 (15:01 IST)

સટ્ટા બજાર - સેમીફાઈનલમાં તસ્વીર સ્પષ્ટ, BJP સત્તાની નિકટ, કોંગ્રેસ ફક્ત 3 અંકમા

છઠ્ઠા ચરણમાં મત ટકાવારી સામે આવ્યા તો બીજી બાજુ પં બંગાળની વોટિંગ ટકા પછી સટ્ટા બજારમાં વિચિત્ર ઉથલ પાથલ જોવા મળી. બજારમાં એકાએક ઉછાળો આવ્યો અને એક વાર ફરી ભાજપાના ભાવ વધી ગયા. બીજી બાજુ કોંગ્રેસનો ભાવ જે સ્થિર હતો તે ઝડપ્થી નીચો પડી ગયો. 
 
સટોરિયા મુજબ બંગાળના રિઝલ્ટ ખૂબ જ ચોંકવનારા રહેશે. તેથી બે કેટેગરીમાં સટોરિયાએ સટ્ટો લગાવ્યો. મોટાભાગના સટોરિયા મુજબ સારી વોટિંગ ટકાથી બંગાળમાં 
 
મમતાની સીટો ઓછી થશે. પણ બીજી બાજુ કેટલાક સટોરિયાએ તેના પર દાવ રમ્યો છે કે આ વધતા વોટિંગ ટકા કેન્દ્ર પ્રત્યે આક્રોશનુ પરિણામ છે.
 
સટ્ટા બજાર મુજબ પં બંગાળમાં થયેલ બંપર વોટિગના બીજેપીની પૂર્વમાં 270 અનુમાનીત સીટો હવે વધીને 300થી વધુ થશે. પણ બીજી બાજુ સૂરત સટ્ટા બજારના મુજબ 
 
બીજેપીમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં નુકશાન થઈ રહ્યુ છે. જેના કારણે બીજેપી ગઠબંધન 235ના નિકટ જ રહેશે. 
 
રાજસ્થાનનો ફલૌદી બજાર ખૂબ વિશ્વસનીય માનવામાં આવે છે. પણ ગત વિધાનસભા ચૂંટણી સહિત 2014ના લોકસભા ચૂંટણીમાં સૂરતના સટોરિયાના આંકડા સટીક હતા. 
 
જેથી આ વખતે લોકોની નજર તેના પર છે. ફલૌદી બજાર મુજબ એનડીએ પાંચમા ચરણ સુધી જ્યા 270થી 280 સીટો વચ્ચે હતી તે હવે ફરી 300ના નિકટ પહોંચી ગએ છે. પણ બીજી  બાજુ સૂરત બજાર છઠ્ઠા ચરણ પછી પણ બીજેપી ગઠબંધનને મુશ્કેલીમાં નાખી રહ્યુ છે. તેમના મુજબ બીજેપી ગઠબંધન 235થી 245 ની વચ્ચે જ સમેટાઈ જશે. 
 
શુ કહે છે દિલ્હીનો સટ્ટા બજાર  
 
દિલ્હીમાં 12 વાગ્યા સુધી બીજેપીને 6 અને કોંગ્રેસનો એક સીટનો દાવો હતો. 
4 વાગ્યા સુધી સટોરિયાઓએ માર્કેટમાં પૈસા ખેંચ્યા જ્યારબાદ બીજેપીને ફેવરેટ આપવામાં આવ્યુ 
4 વાગ્યા પછી બીજેપી સટ્ટા બજાર મુજબ બધી સીટો તેમના ખાતામા 
બજાર મુજબ સટોરિયાએ કોંગ્રેસને 1 સીટ તો અન્ય સીટો પર બીજા નંબર પર રાખ્યુ છે. 
 
દિલ્હીમાં આ છે ભાવ 
 
બીજેપીનો 4 વાગ્યા સુધી રેટ 1 ના બદલે 27 પૈસા 
કોંગ્રેસ પર 4 વાગ્યા સુધી રેટ 1 ને બદલે 17 પૈસા 
AAP પર 4 વાગ્યા સુધી રેટ 1 ને બદલે 3 પૈસા 
સાંજે 4 વાગ્યા પછી બીજેપી ફેવરેટ તો કોંગેસ પર 1 ને બદલે 13 તો AAP પર ન લાગ્યો દાવ 
 
કોંગ્રેસને દરેક સટોરિયા કરી રહ્યા છે ઈગ્નોર 
 
પહેલીવાર લોકસભા ચૂંટણીમાં આ જોવા મળ્યુ છે કે બીજેપી પછી સટોરિયા રિઝનલ પાર્ટીઓ પર વધુ દાવ રમી રહ્યા છે.  કોંગેસ પ ર્દાવ લાગ્યો છે પણ રીઝનલ પાર્ટીઓ કરતા ખૂબ ઓછો. બજાર મુજબ કોંગ્રેસ 100 ના આંકડા સુધી પહોચશે જરૂર પણ આ સંખ્યા કેટલી આગળ જશે તેના પર સટોરિયા દાવ નથી રમી રહ્યા. 
 
દરેક રાજ્યમાં બદલાયા ભાવ 
 
પં. બંગાળમાં 6 વાગ્યાના મતદાન પછી બીજેપીનો ભાવ જ્યા 1 ને બદલે 22 હતો ત્યા 29 પૈસા થઈ ગયો. જ્યારે કે ઉત્તર પ્રદેશમાં બીજેપીમાં દાવ લગાવવા પર 1 ને બદલે 17 પૈસા પર અને કોંગ્રેસ પર 1 ને બદલે દોઢ રૂપિયાનો ભાવ છે. 
 
બજારમાં બીજેપી ફેવરેટ તો AAP પટકાયુ 
 
દિલ્હીમાં ચૂંટણી ખતમ થતા જ સટ્ટા બજારનુ વાતાવરાણ એકદમ બદલાય ગયુ.  સાંજે 4 વાગ્યા સુધી બીજેપીને ફેવરેટ કરાર આપતા તેના રેટને બંધ કરવામા આવ્યા.  એટલે કે સ્પષ્ટ છે કે સટોરિયાની નજરમા બીજેપી 7 સીટ જીતી રહી છે. 
 
બજારમાં બીજેપી પછી કોંગ્રેસ પર સટોરિયાએ દાવ લગાવ્યો છે. જ્યારે કે આપ પર 5 વાગ્યા પછી સટોરિયાઓએ દાવ લગાવવો બંધ કરી દીધો. એટલુ જ નહી નુકશાનમાં સટોરિયાઓએ પોતાના પૈસાને માકેટમાંથી ઉઠાવી લીધા. બજાર મુજબ આવુ પહેલીવાર જોવા મળ્યુ કે પૂર્ણ મતદાન પહેલા જ બજારમાંથી સટોરિયા કોઈ પાર્ટીને છોડી રહ્યા છે.