ચૈતર વસાવાનો કાર્યકરોને સંદેશ હું ભરૂચથી લોકસભાની ચૂંટણી લડીશ તૈયારીઓ શરૂ કરો
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય 9 આરોપીઓ હાલ રાજપીપળા જિલ્લા જેલમાં છે. ચૈતર વસાવા 18મી ડીસેમ્બરથી જેલમાં છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ચૈતર વસાવાને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.
તેઓ જેલનું જ ભોજન આરોગે છે અને જેલકર્મીઓ સાથે એમનો વ્યવહાર પણ સારો છે. બીજી બાજુ ધારાસભ્ય તેમણે કાર્યકરોને સંદેશો આપ્યો છે કે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો પોતાનાં ચૈતર વસાવા પર થયેલા અન્યાય મામલે ભરૂચ લોકસભા વિસ્તારના લોકોને જાગૃત કરે.હું લોકસભાની ચૂંટણી લડવાનો છું એટલે અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી તેજસ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ મને જણાવ્યું છે કે, તેઓ લોકસભા ચૂંટણી લડવાના જ છે અને જીતવાના છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો બુથ લેવલના સંગઠનમાં અને પ્રચાર પ્રસારના કામે લાગી જાવ. લોકો ચૈતર વસાવાને જંગી બહુમતથી જીતાડો એમ સોશિયલ મીડિયામાં અપીલ કરી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. એમની પત્ની વર્ષાબેન વસાવાએ એમનું કામકાજ સંભાળી લીધું છે. ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની વર્ષાબેન પ્રજાની મદદે આગળ આવ્યા છે.કુટીલપાડા ગામે આકસ્મિક રીતે એક ગરીબ પરીવારનું ઘર બળી જતા ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન તથા આદિવાસી સમાજના આગેવાનો શૈલેન્દ્રસિંહ, દેવેન્દ્ર વસાવા, ગીરધનભાઈ ઉપસ્થિત રહી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અનાજ કરિયાણું, વાસણો, કપડાં વગેરે પહોંચાડી ઈમરજન્સી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા માટે રકમ ચુકવી ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીના સમયે પ્રજાના મદદે આગળ આવ્યા છે. આમ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે.