ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: પાટણ, , સોમવાર, 29 એપ્રિલ 2024 (15:50 IST)

પાટણમાં જય અંબાજી કહીને રાહુલ ગાંધી બોલ્યા, અમે અગ્નિવીર યોજના રદ્દ કરીશું

rahul gandhi
rahul gandhi
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં દિલ્હીથી રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારકો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયાં છે. આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જંગી સભાને સંબોધન કરવા આવ્યાં છે. રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી ત્રણ રસ્તા ખાતે કાળાવાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. જેથી પોલીસે 12 લોકોની અટકાયત કરી હતી.
 
22-25 લોકોનું 16 લાખ કરોડનું દેવું માફ થયું 
જય અંબાજી અને જય બહુચર માતાજીનું નામ લઈ રાહુલ ગાંધીએ ભાષણ શરૂ કર્યું હતું.રાહુલ ગાંધીએ જણાવ્યું કે,બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે, હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપના લોકો ઇચ્છે છે કે સંવિધાન ખતમ થઇ જાય. પણ કોંગ્રેસ પાર્ટી સંવિધાનની રક્ષા કરે છે. આઝાદી પછી જે પણ મળ્યું એ હિન્દુસ્તાનની ગરીબ જનતાને મળ્યું છે. એ સંવિધાનના લીધે મળ્યું છે. 22 લોકો પાસે એટલું ધન છે એટલું 70 કરોડ હિન્દુસ્તાનીઓ પાસે છે. ખેડૂતો દેવા માફ નથી કર્યા પણ આ 22-25 લોકોનું 16 લાખ કરોડનું દેવું માફ થયું છે.અમે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. ભાજપ 25 વાર ખેડૂતોના દેવા માફ કરે ત્યારે 16 લાખ કરોડ થાય. મોદીજી અને ભાજપના લોકો કહે છે કે અમે અનામત ખતમ કરી દઇશું. ખેડૂતોને થોડો ફાયદો મળે છે એ આ લોકો બંધ કરવા માંગે છે. 
 
ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકે છે તો ખેડૂતોનું કેમ નહીં?
અનામતનો મતલબ છે દેશમાં ગરીબોની ભાગીદારી હોય, દેશમાં જે સત્તા છે, ધન છે એેને અન્યાય વગર વેચવામાં આવે. દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી અને મોંઘવારી છે. દેશની ટોપ કંપનીઓ છે એમાં કોઇ દલિત નથી, કોઈ આદિવાસી નથી. 90 લોકો દેશની સરકાર ચલાવે છે અને મોદીજી સાઇન કરે છે, એ લોકો પૈસૈ વેચે છે.ખેડૂતોની આવક હજારો રુપિયામાં અને અદાણીની હજારો કરોડોમાં તો પણ બધાએ જીએસટી સરખી જ આપવાની. આ બધી રકમ 90 લોકોના ખિસ્સામાં જ જાય છે.દેશના 20-25 ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકે છે તો ખેડૂતોનું કેમ નહીં? અદાણીને જમીન, જંગલ, એરપોર્ટ, સોલાર પાવર જેવું બધુ જ આપવામાં આવે છે તો ગરીબોને-ખેડૂતોને કેમ નહીં.? 
 
મોદી 16 લાખ કરોડનું દેવું માફ કરી શકે તો અમે પણ કરી શકીએ છીએ
નરેન્દ્ર મોદી 16 લાખ કરોડનું દેવું માફ કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ. પણ એમના જેવા ઉદ્યોગપતિઓનું નહીં, દેશની ગરીબ જનતાનું... 21 મી સદીમાં મહિલા-પુરુષો બંને કામ કરે છે એના માટે એમને સેલેરી મળે છે પણ હકિકત એ છે મહિલાઓને આઠ કલાક નહીં 16 કલાક કામ કરવું પડે છે. એમને નોકરીથી ઘરે આવીને પણ કામ કરવું પડે છે. અમે મહાલક્ષ્મી યોજના લાવી રહ્યા છીએ. દર મહિને મહિલાઓના ખાતામાં રૂપિયા આપીશું, રૂપિયા મહિલાઓના ખાતામાં જશે કેમ કે તેઓ ડબલ કામ કરે છે. અમારી યોજના 'પહેલી નોકરી પક્કી'માં બેરોજગાર યુવાનને નોકરી મળશે. કરોડો યુવાનોને મહિને આઠ હજાર રુપિયા અને ટ્રેનિંગ મળશે.