રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 9 જૂન 2021 (13:40 IST)

મહિલાએ એક સાથે આપ્યો 10 બાળકોને જન્મ જાણો ક્યાં બન્યુ આ વર્લ્ડ રેકાર્ડ

જોડીયા બાળકો થવા આજના સમયમાં સામાન્ય વાત છે. કારણ કે ક્યારે-ક્યારે એકવારમાં ઘણા બાળકોના જન્મ લેવાની ખબર આવી છે. પણ આ વખતે આ મહિલાએ બધા રેકાર્ડ તોડી એક સાથે 10 બાળકોમે જન્મ આપ્યો છે. સાઉથ અફ્રીકાની 37 વર્ષીય  મહિલાએ દાવો કર્યો છે કે તેણે 10 બાળકોને જન્મ આપ્યુ છે. જો આ વાત સાચી હોય અને ડાક્ટર્સ તેની પુષ્ટિ કરે છે તો આ પોતાનામાં એક મોટુ વર્લ્ડ રેકાર્ડ હશે. કારણકે તેનાથી પહેલા 9 બાળકને જન્મ આપવાના રેકાર્ડ માલીની મહિલાના નામે છે. જેણે મે માં હ રેકાર્ડ હાસલ કર્યો હતો. 
 
ગોસિયામાં થમારા સિથોલી દાવો કર્ય છે કે તેને 7 છોકરા અને 3 છોકરીઓને જન્મ આપ્યો છે. તેમના પતિ ટેબેગો ત્સોતેત્સીના મુજબ 7 જૂનને પ્રિટોરિયાના એક હોસ્પીટલમાં સિજેરિયન સર્જરી દ્વારા બાળકોને જન્મ આપયો. પ્રેગ્નેંસી દરમિયાન ડાક્ટરોએ શરૂઆતમાં કહ્યુ હતુ કે સિથોલેન પેટમાં 6 બાળક પળી રહ્યા હતા પણ પછી સ્કેનથી 8 બાળકોની વાત સામે આવી અને જ્યારે મહિલાની ડિલીવરી થઈ તો દસ બાળક થયા. 
 
જણાવીએ કે રિટેલ સ્ટોર મેનેજરનો કામ કરનારી સિથોલેને પહેલાથી જ 6 વર્ષના જોડીયા બાળક છે. અત્યારે બધા બાળકો સુરક્ષિત છે અને પૂર્ણ રૂપથી સ્વસ્થ છે પણ અત્યારે કેટલાક દિવસ ઈંક્યુબેટર્સમાં જ રહેવુ પડશે. આ બાળકોના જન્મથી સિથોલે અને તેમના પતિ બન્ને ખૂબ ખુશ છે. 
 
ત્સોતેત્સીએ કહ્યુ કે જે બાળકોને જન્મ આપ્યુ છે તેમાં  7 છોકરા અને 3 છોકરીઓ છે. તેમની પત્ની સાત મહીના સાત દિવસની ગર્ભવતી હતી. તેણે કીધુ કે હુ ખુશ છું. હુ ભાવુક છું. હું વધારે વાત નહી કરી શકતી જણાવીએ કે તેનાથી પહેલા માલીની 25 વર્ષની હલીમા સીજીએ મોરક્કોમાં એક સાથે 9 બાળકોને જન્મ આપીને બધાને ચોકાવી દીધું હતું.