શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (17:35 IST)

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી

rain news
ગુજરાત પર લો પ્રેશરની સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ એટલે કે 16 અને 17 સપ્ટેમ્બર એમ બે દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. કાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં વરસાદની આગાહી છે.

16 સપ્ટેમ્બરની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની સંભાવના છે. આવી જ રીતે 17 સપ્ટેમ્બરે આ જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.ચોથા અને પાંચમાં દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના છે, જેમાં ગીર સોમનાથ, કચ્છનો સમાવેશ થાય છે. ત્રીજા દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવનો સમાવેશ થાય છે. ચોથા દિવસે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે.