બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : શનિવાર, 1 એપ્રિલ 2023 (18:02 IST)

IPL 2023 PBKS vs KKR, Live Score Updates:મેદાનમાં ઉતર્યા કેકેઆરના ઓપનર્સ, કુરને લીધી બોલિંગની જવાબદારી

IPL 2023 PBKS vs KKR, Live Score Updates: IPL 2023ની બીજી મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને-સામને છે. બંને ટીમના કેપ્ટન નવા છે. પંજાબની બાગડોર શિખર ધવનના હાથમાં છે, જ્યારે કેકેઆરની કપ્તાની નીતિશ રાણાને સોંપવામાં આવી છે. મેચના તમામ લાઇવ અપડેટ્સ જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
 
પ્રભસિમરન સિંહ આઉટ
પ્રભસિમરન સિંહે શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ તેઓ  લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યા નહોતા. તેમણે 12 બોલમાં 23 રન બનાવ્યા હતા. તેને ટિમ સાઉદીએ આઉટ કર્યો.

 
પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો
પંજાબ કિંગ્સે KKRને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ કિંગ્સ માટે ઓપનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રભસિમરન સિંહે 23 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન શિખર ધવને 40 રનની ઇનિંગ રમી હતી. ભાનુકા રાજપક્ષે ચોક્કસપણે કેટલાક મોટા સ્ટ્રોક ફટકાર્યા અને તોફાની અડધી સદી ફટકારી. તેણે 50 રનની ઇનિંગ રમી હતી.
 
પંજાબ કિંગ્સની અડધી ટીમ પેવેલિયન ભેગી
સિકંદર રઝાએ IPLમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે 13 બોલમાં 16 રન બનાવ્યા હતા.
 
પંજાબ કિંગ્સને  લાગ્યો  મોટો ઝટકો 
પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન પેવેલિયન પરત ફર્યો. તેમને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યા. તેમણે 29 બોલમાં 40 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સે અત્યાર સુધી ચાર વિકેટના નુકસાન પર 143 રન બનાવ્યા છે.
 

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન:
શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટ-કીપર), ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર અને અર્શદીપ સિંહ.
 
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન:
રહેમાનુલ્લા ગુરબાઝ (wk), મનદીપ સિંહ, નીતીશ રાણા (c), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, અનુકુલ રોય, ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી.