મીડિયા હદ કરી રહ્યું છે, આત્મ ચિંતનની જરૂર છે !!
દેશની તમામ નામી-અનામી ન્યૂઝ ચેનલ, ન્યુઝ પેપર, વેબસાઈટ, બધા જ મનોચિકિત્સક અને સામાજીક વૈચારિકા આઘાતની સ્થિતિમાં છે. તેઓ પાછા ફરીથી પોતાના ઘાને જ પંપાળી રહ્યાં છે. જ્યારે તેમને ખબર પડી કે ઘા સરળતાથી નહી રૂઝાય ત્યારે પોતાના બચાવ કરવા માટે નવા નવા નુસખા શોધી રહ્યાં છે. બહુચર્ચિત આરૂષિ-હેમરાજના હત્યાકાંડમાં ગઈ કાલે સીબીઆઈએ કરેલા ખુલાસા બાદ મીડિયાની પાસે માથુ નીચું કરવા સિવાય બીજો જ વિકલ્પ બચ્યો નથી. પરંતુ યોગ્ય એ જ રહેશે કે પોલીસ, તલવાર પરિવાર, સીબીઆઈ કે અન્ય કોઈને પોતાની ભુલની સજા આપ્યા વિના મીડિયાએ પોતાની જાતને જ કોર્ટના કઠેડામાં ઉભી કરવી જોઈએ અને આત્મચિંતન કરવું જોઈએ. ટીઆરપીની રમતમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી અલગ દેખાવાના ચક્કરમાં મીડિયાએ પોતાની સંવેદના અને પોતાના મૂળ ઉદ્દેશ્યને ખુબ જ પાછળ છોડી દિધા હોય તેવું લાગે છે. સમાચાર જેવા છે તેને તેવા જ તેના મૂળ સ્વરૂપે રજુ કરવાને જાણે કે મોટો અપરાધ માને છે. જ્યાર સુધી તેની અંદર થોડોક રોમાંસ, નાટકીયતા, મીર્ચ-મસાલો અને તેનાથી પણ વધીને પોતાનો પક્ષ જોડી લેવાની જે આંધળી દોડ ચાલી રહી છે તેના દુષ્પરિણામો ખુબ જ ગંભીર છે. આરૂષિ હત્યાકાંડમાં તલવાર પરિવારની માન અને મર્યાદા તો એકમાત્ર ઉદાહરણ રહી ગઈ છે. મીડિયાએ પાછલાં 50 દિવસ દરિમયાન શું શું નાટક નથી કર્યા? ટીવી પત્રકારને કાળી ટોપીમાં જાસૂસ બનાવીને રજુ કરવાથી લઈને નાર્કો ટેસ્ટને નાટકીય અંદાજની અંદર રજુ કરવા સુધી બધું જ કરવામાં આવ્યું. સાચી ઘટનાઓ પર ઉપન્યાસ પણ લખવામાં આવે છે, ફિલ્મો પણ બને છે અને ધારાવાહિક પણ બને છે પરંતુ આ કામ તેમની પર જ છોડી દેવામાં આવે તો વધારે સારૂ રહેશે. આ કામ સમાચાર ચેનલોનું તો નથી જ. દોઢ મહિનાથી વધારે સમય સુધી જેટલો કિંમતી સમય અને સ્થાન આપીને, દેશ-વિદેશના સમાચારો સાથે જોડાયેલી બધી જ પ્રાથમિકતાઓને બાજુમાં રાખીને આ એકમાત્ર ઘટનાક્રમને જ રજુ કર્યે રાખ્યો છે. શું તે યોગ્ય છે? થોડુક ધીરજથી કામ લઈને સાચા તથ્યોને રજુ કરવા તે શું મીડિયાનું પ્રાથમિક ફરજ નથી? હજુ પણ પોતાની ભુલ સ્વીકારવાની જગ્યાએ બધા જ મીડિયાવાળા પહોચી ગયાં સાઈ મંદિરે ડો. રાજેશ તલવારનું ઈંટર્વ્યું લેવા માટે. હદ હોય છે કોઈ પણ વસ્તુની. શું આપણે મીડિયાવાળા માણસો નથી?હવે બધુ જ વેચીને પણ દેશનું મીડિયા ના તો ડો. રાજેશ તલવાર અને તેમની પત્નીની આબરૂ પાછી અપાવી શકશે પછી ન તો હેમરાજ અને આરૂષિને પાછા લાવી શકશે. તો પછી કયા અધિકારે મીડિયાએ તેમની પર કીચડ ફેંક્યો. હવે તે કહી રહ્યું છે કે આમાં બધો જ દોષ પોલીસનો છે. જે પોલીસે અમને જણાવ્યું તેને જ આધાર માનીને અમે સમાચાર રજુ કર્યા છે. જો વાત આટલી સીધી હોતી તો પણ સારૂ હતું. મીડિયાએ આ આધાર પર સમાચાર નહિ પરંતુ ખુબ જ મોટી મોટી વાર્તાઓ રજુ કરી અને તેને ખુબ જ સારી રીતે વેચી. જે વાર્તાઓ બનાવીને વેચી અને તેનાથી જે રૂપિયા મીડિયાને મળ્યાં તે મીડિયા શું આજે તે જ રૂપિયા ડો. તલવાર દંપતિને કે આરૂષિ ચેરીટેબલ ટ્રસ્ટ બનાવીને તેને આપવા માટે તૈયાર થશે? આ સંપુર્ણ મુદ્દે સેવા નિવૃત્તિ પોલીસ અધિકારી સુશ્રી કિરણ બેદીનું બયાન ખુબ જ સચોટ છે. તેમણે કહ્યું કે જરૂરી નથી કે દરેક કેસની અંદર કાતિલ પકડાઈ જાય. તમે પુરાવાઓ શોધી શકો છો પરંતુ તેને બનાવી નથી શકતાં. મીડિયાને જવાબ આપીએ છીએ તો તે તેની ખુબ જ મોટી વાર્તા બનાવી લે છે. જો તેમને જાણકારી ન આપો તો પોતાની જાતે જ ધારણાઓ કરે છે અને પોલીસને પણ જાણકારી આપવા માટે મજબુર કરે છે. પોલીસે પણ તે વાત ધ્યાનમાં રાખવી જોઈતી હતી કે તેઓ પહેલાં આખા કેસની સંપુર્ણ તપાસ કરીને પછી તે કેસને મીડિયાની સામે ખુલ્લો કરે. સાચી વાત તો એ પણ છે કે રાજેશ તલાવર જેલમાંથી છુટા થયા છે અને સીબીઆઈ તપાસમાં તેમની આરોપી જાહેર નથી થયાં. પરંતુ આ બધી વાત હજુ કોર્ટની અંદર સાબિત થવાની બાકી છે. એટલા માટે આ ન્યાયની પ્રક્રિયાને પુર્ણ થવા માટે રાહ જોવી જોઈએ અને મીડિયાએ પણ હવે અલગથી પોતાનો ટ્રાયલ ન બનવાવો જોઈએ. આરોપ લગાવી દેવો એ તો ખુબ જ સરળ છે પરંતુ તથ્યને આધારે તો તે સાચો નથી તો શું? એક બાપને પોતાની દિકરીનો કાતિલ બનાવવામાં આવ્યો. એક 14 વર્ષની બાળકી જે પોતાનો પક્ષ રાખવા માટે આ દુનિયાની અંદર નથી તેના ચરિત્રને પણ હનન કરી નાંખવામાં આવ્યું. તલવાર દંપતિના આડા સંબંધો હોવાની પણ વાત કરવામાં આવી. ઘણી જગ્યાએ તો મીડિયાએ આ બધુ કરવા માટે પોતાની સીમા મર્યાદાને પણ ઓળંગી લીધી. તેને આ વાતનો અફસોસ થવો જોઈએ અને પોતાની જાતને કઠેડામાં ઉભી કરીને આ વિશે વિચારવું જોઈએ. મને ખબર છે કે જવાબમાં મીડિયાની પાસે થોડાક ઉદાહરણ એવા પણ છે જેની અંદર મીડિયાના દબાવને લીધે અપરાધીઓને સજા થવામાં મદદ મળી છે. પરંતુ એક સચ્ચાઈ તમને દસ ખરાબ કાર્યો કરવાની છુટ નથી આપતી. પોતાની તરફથી કોઈના ચરિત્રનું હનન કરવું અને 50 દિવસ પછી જ્યારે તે વ્યક્તિ જેલમાંથી છુટે એટલે બેશર્મોની જેમ તેને સવાલ પુછવો કે હવે તમે કેવું અનુભવી રહ્યાં છો? તે પરવાનગી કોઈને નથી આપવામાં આવતી.