રવિવાર, 12 જાન્યુઆરી 2025
0

ઘોડારેસ

ગુરુવાર,એપ્રિલ 3, 2008
0
1

સ્વાર્થી પ્રેમ

ગુરુવાર,માર્ચ 27, 2008
પહેલો મિત્ર (નવાઈથી) - શુ વાત છે યાર, તારી પ્રેમિકાને જ્યારે ખબર પડી કે તારા કાકા નિર્માતા છે તો તેણે તારી જોડે લગ્ન કરવાની ના પડી દીધી. બીજો મિત્ર - હા યાર, હવે તે મારી કાકી છે.
1
2

અસલી ડ્રેસ

ગુરુવાર,માર્ચ 27, 2008
એક ઈંટરવ્યુ દરમિયાન એક પત્રકારે એક અભિનેત્રીને પૂછ્યુ - તમે દરેક વખતે મેકઅપમાં જ કેમ રહો છો ? હીરોઈને જવાબ આપ્યો - મારો અસલી ડ્રેસ તો આ જ છે.
2
3

દાદી જેવા

ગુરુવાર,માર્ચ 27, 2008
એક નવજાત બાળકને જોઈને એક અભિનેતાએ મિત્રને જણાવ્યુ - 'આનુ નામ બિલકુલ મારા જેવુ જ છે અને આંખો મારી પત્ની જેવી છે. તેમની ચાર વર્ષની દીકરી પાસે જ ઉભી હતી તે બોલી - અને દાંત બિલકુલ દાદી જેવા જ છે.
3
4

વાળનુ રહસ્ય

સોમવાર,માર્ચ 24, 2008
ટીના - પુરૂષો ટાલિયા કેમ હોય છે ? મહેશ - કારણકે તેઓ મગજથી વધુ કામ કરે છે. ટીના - તો પછી સ્ત્રીઓ ? મહેશ - તે જ કારણે તો તેમને મોઢા પર વાળ નથી હોતા.
4
4
5

બાળકોની જેમ

સોમવાર,માર્ચ 24, 2008
પત્ની (પતિને)- તમે મને મારુ નામ લઈને ન બોલાવતા, તમારુ જોઈને બાળકો પણ મારુ નામ લે છે. પતિ - તો શુ હું પણ તને બાળકોની જેમ 'મમ્મી' કહીને બોલાવુ ?
5
6

ગાડીના ટાયર

સોમવાર,માર્ચ 24, 2008
ત્રણ મૂર્ખ ટ્રેનથી યાત્રા કરી રહ્યા હતા. અચાનક કોઈએ ચેન ખેંચી. ગાડી થોભી ગઈ તો પહેલો મૂર્ખ બોલ્યો - યાર ગાડીમાં પંક્ચર પડ્યુ લાગે છે. બીજો મૂર્ખ - ગાડીનુ ટાયર ફાટી ગયુ લાગે છે. ત્રીજો મૂર્ખ બોલ્યો - હું નીચે ઉતરીને જોઉ છુ.
6
7

કૂતરાનો પટ્ટો

સોમવાર,માર્ચ 24, 2008
એક ગ્રાહક દુકાનદારને : ભાઈ કૂતરાના ગળાનો પટ્ટો બતાવો. દુકાનદાર : પણ ક્યા છે કૂતરો ? તેના ગળામાં તો નાખી જોઉ. ગ્રાહક : હું મારા ગળામાં જ નાખી જોઉં છુ. દુકાનદાર : તો કૂતરા માટે બીજો બતાવુ ?
7
8

ડોક્ટર અને દર્દી

ગુરુવાર,માર્ચ 20, 2008
પૂછતાછ દરમિયાન એક છોકરીને વકીલે પૂછ્યુ - આ યુવકે તને કેવી રીતે ફોસલાવી. છોકરી બોલી - તે ડોક્ટર બનતો હતો અને હું દર્દી.
8
8
9

બે માલિકોનો આદેશ

ગુરુવાર,માર્ચ 20, 2008
શિક્ષક - બે લગ્ન કર્યા હોય તો શુ નુકશાન થાય છે ? વિદ્યાર્થી - એક સમયમાં બે માલિકોના આદેશ નથી માની શકાતા.
9
10

તો ફોન બીજાને આપો

ગુરુવાર,માર્ચ 20, 2008
એક છોકરાએ ટોકિઝમાં ફોન કરીને મેનેજરને પૂછ્યુ - તમારી ટોકિઝમાં કયુ પિક્ચર ચાલી રહ્યુ છે ? મેનેજરે જવાબ આપ્યો - 'મે નશે મેં હુ'. છોકરો બોલ્યો - જો તમે નશામાં છો તો બીજાને ફોન આપો.
10
11

ટિકીટ લાવો આરામ કરો

ગુરુવાર,માર્ચ 20, 2008
પ્લેટફોર્મ પર પ્રતીક્ષા કરતા-કરતા એક છોકરો થાકી ગયો તો સ્ટેશન માસ્ટરને બોલ્યો - જ્યારે ટ્રેનો આ રીતે મોડી આવતી રહે છે તો તમે આ ટાઈમ ટેબલ કેમ છાપો છો ? આ રીતે મુસાફરોને કેમ ઠગો છો ?
11
12

ત્રણ મૂર્ખા

ગુરુવાર,માર્ચ 20, 2008
એક ગામમાં ત્રણ મૂર્ખ છોકરા રહેતા હતા. એક દિવસ તેઓ કામની શોધમાં નીકળી પડ્યા. ચાલતા-ચાલતા સાંજ થઈ ગઈ. થોડી જ વારમાં ચદ્ર નીકળી આવ્યો. ચંદ્ર જોઈને એક બોલ્યો - અરે, કાલે તો આપણે આ ચંદ્રને આપણા ગામમાં જોયો હતો. આપણે ગામમાંથી નીકળી પડ્યા તો આ પણ આપણી
12
13

બાપ જેવા બેટા

સોમવાર,માર્ચ 17, 2008
એક છોકરો આંબા પર ચઢીને કેરી તોડી રહ્યો હતો. માળીએ જોઈ લીધો અને કહ્યું હમણા તારી ઘરે જઈ તારા બાપથી ફરિયાદ કરું છું, છોકરો બોલ્‍યો, બાપા ઘરે નહીં મળશે, બાજુનાં ઝાડ પર કેરી તોડી રહ્યાં છે.
13
14

નંબર પણ ગોળ

સોમવાર,માર્ચ 17, 2008
પરીક્ષાના પેપરમાં આવ્‍યું કે સાબિત કરો કે દુનિયા ગોળ છે. વિદ્યાર્થીએ લખ્‍યું કે મોસંબી ગોળ છે, નારંગી ગોળ છે, સફરજન ગોળ છે, આનાથી સાબિત થાય છે કે દુનિયા પણ ગોળ છે. પેપર તપાસનારે લખ્‍યું, ચશ્‍મા લગાવીને જુઓ નંબર પણ ગોળ છે.
14
15

જીંદગીભરની શાળા

સોમવાર,માર્ચ 17, 2008
પિતા (પુત્રને)- બેટા, ભણીગણીને તું મોટો શિક્ષક બનજે અને સમાજનું ભલું કરજે. પુત્ર - ના પિતાજી, મારે શુ આખી જીંદગી શાળાએ જ જવાનું ?‘
15
16

ગોટલી ફેંકી

ગુરુવાર,માર્ચ 13, 2008
એક બીમાર બાળક કોઈ પણ રીતે દવા ખાવા રાજી નહોતો થતો. ડોક્ટરે ગોળીને લાડુની અંદર મુકીને કહ્યુ - બેટા, લાડુ ખાઈ લો થોડીવાર પછી ડોક્ટરે પૂછ્યુ - કેમ બેટા, લાડુ ખાઈ લીધો ? બાળક - હા, ડોક્ટર સાહેબ લાડુ ખાઈ લીધો અને ગોટલી ફેંકી દીધી.
16
17

લાંબુ નામ

ગુરુવાર,માર્ચ 13, 2008
ટિંકુ (બુધ્ધુને)- બુધ્ધૂ કોઈ વસ્તુનુ લાંબૂ નામ બતાવ. બુધ્ધૂ - રબડ ટિંકૂ - પણ, આ તો નાનુ નામ છે બુધ્ધૂ - આને ખેંચીને જેટલુ લાંબુ કરવુ હોય કરી શકાય છે.
17
18

એક મિનિટ

ગુરુવાર,માર્ચ 13, 2008
દર્દી(ડોક્ટરને) ડોક્ટર સાહેબ, મને કોઈ વાત એક મિનિટ પણ યાદ રહેતી નથી. ડોક્ટર - આવુ ક્યારથી છે ? દર્દી - શુ ક્યારથી છે ?
18
19

ગાય અને ઘાસ

બુધવાર,માર્ચ 12, 2008
કલાકાર - મહાશય, ચિત્ર ઘાસ ખાતી એક ગાયનુ છે. દર્શક - પણ આમાં તો ઘાસ દેખાતુ જ નથી. કલાકાર - ગાય ઘાસ ખાઈને જતી રહી. દર્શક - તો પછી ગાય ક્યાં છે ? કલાકાર - ગાય ઘાસ ખાઈને જતી રહી.
19