મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 9 મે 2022 (11:04 IST)

અસાની ચક્રવાતનુ ભીષણ રૂપ, 110ની ગતિથી ચાલી હવા, દર કલાકે 25 કિમી વધી રહ્યુ છે વાવાઝોડુ

બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ અને તેને અડીને આવેલા પૂર્વી મધ્ય વિસ્તારોમાં વાવાઝોડુ અસાનીએ ગંભીર રૂપ લીધુ છે. રવિવારે સાંજે આ ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાય ગયુ છે. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર તેની અસરને જોતા ત્રણ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.. ભારે વરસાદની આશંકા છે. આગામી 24 કલાક ભારે વીતવાના છે. જો કે મોસમ વિભાગનુ કહેવુ છે કે જે રીતે સંકેત મળી રહ્યા છે તેનાથી લાગી રહ્યુ છે કે આ વાવાઝોડુ પૂર્વી તટના સમાનાંતર ચાલશે અને ઓડિશા અને આંધ્ર પ્રદેશને અડીને નીકળી જશે. 

 
ઓડિશા બંગાળના આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 
આઈએમડીએ કહ્યુ કે ઓડિશાના દરિયાકિનારા જીલ્લા અને પશ્છિમ બંગાળની રાજધાની કલકત્તા સહિત રાજ્યના દક્ષિણી ભાગમાં મંગળવારથી હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા છે. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે 10 મે ના રોજ આગામી સૂચના સુધી  સમુદ્રમાં અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારાઓ પર ન જાય. હવામાન વિભાગ મુજબ ઓડિશા તટ પાસે સમુદ્રની સ્થિતિ નવ મે ના રોજ ખરાબ અને 10 મેના રોજ અત્યાધ્હિક ખરાબ થઈ જશે.  સમુદ્રમાં હવાની ગતિ 10 મે થી વધીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની આશંકા છે. 
 
અસાનીના નામનો શુ છે મતલબ 
હવામાન વિભાગ મુજબ ચક્રવાતી વાવાઝોડુ નામ અસાની રાખવામાં આવ્યુ છે.  જે ક્રોધ માટે ઉપયોગમાં લેવાતી સિંહલી ભાષાનો શબ્દ છે. આ વાવાઝોડુ અંડમાન દ્વીપ સમૂહમાં પોર્ટ બ્લેયરથી 380 કિલોમીટર પશ્ચિમ બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં આવેલુ છે.