શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By

Birthday Special Modi - 71 ના થયા પીએમ મોદીની જનમદિવસ પર જાણો 25 ખાસ વાતો અને 25 ફોટા(Photos)

- પીએમ મોદીની માતા હીરાબા ગુજરાતના ગાંધીનગરમાં તેમના નાના દીકરા પંજક મોદીની સાથે રહે છે. 98 વર્ષની ઉમ્રમા પણ તેમનો કામ પોતે કરે છે. પીએમ મોદી કોઈ પણ મોટું કામ કરવાથી પહેલા તેમની માનો આશીર્વાદ લેતા નહી ભૂલતા. મોદી તેમના જનમદિવસ પર અને ચૂંટણીથી પહેલા મા નો આશીર્વાદ લેતા નહી ભૂલતા
- 2019 લોકસભા ચૂંટણીમાં વોટ નાખતા પહેલા પણ તે માથી મળવા પહોંચ્યા હતા ત્યારે માએ તેમના માથા પર ચાંદલા લગાવીને સ્વાગત કર્યું અને મોઢું પણ મીઠું કરાવ્યું. હીરાબેન તેને નારિયેળ, 500 રૂપિયા અને શાકર ભેંટ કરી.

- મોદીને 30 સેકંડમાં ઉંઘ આવી જાય છે - મોદીએ એકવાર કહ્યુ હતુ કે હુ જ્યારે મારુ બધુ કામ પરવારીને મોડી રાત્રે સૂવા માટે પથારી પર જઉ છુ તો મને ફક્ત 30 સેકંડમાં ઉંઘ આવી જાય છે. તે પણ ખૂબ જ ઊંડી.. મારા પરિચિત ડોક્ટર્સ મને કહે છે કે હુ ખૂબ ઓછુ સૂવુ છુ. મને ઓછામાં ઓછા પાંચ કલાક ઊંઘ લેવી જોઈએ હુ ફક્ત ત્રણ કલાક જ સૂવુ છુ. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે દિલ્હી આવ્યા હતા. ત્યારે તેમણે પણ કહ્યુ હતુ કે તમે ખૂબ ઓછુ સૂવો છો.
- મોદીને પાણી આપે છે તાકત - નરેન્દ્ર મોદી માટે જળ જ જીવન છે. આતંકવાદીઓ વિરુદ્ધ જ્યારે ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી તો મોદી રાતભર જાગ્યા. જ્યા સુધી આ ઓપરેશન ચાલતુ રહ્યુ તેમને પાણી પણ ન પીધુ... ઓપરેશન સફળ થવાની માહિતી મળ્યા પછી જ તેમણે પાણી પીધુ.
- સવારે 5 વાગતા જ તેમની દિનચર્યા શરૂ થઈ જાય છે. જ્યારથી તેમણે પ્રધાનમંત્રીનુ પદ સાચવ્યુ છે ત્યારથી આજ સુધી તેમણે એક પણ રજા નથી લીધી. આ વાત દિલ્હીમાં એક સૂચનાના અધિકાર હેઠળ માંગવામાં આવેલ માહિતીના જવાબમાં પીએમઓના ઓફિસમાંથી આપવામાં આવી.
- સૂચનાના અધિકાર હેઠળ એ પૂછવામાં આવ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રીઓએ કેટલી રજાઓ લીધી છે ? આ વિશેપીએમઓ ઓફિસે જવાબ આપ્યો કે પૂર્વ પ્રધાનમંત્રીઓની રજાઓના હિસાબથી હાજર નથી. પણ વર્તમાન પ્રધાનમંત્રી મોદીની રજાઓનો હિસાબ જરૂર છે. મોદીએ પોતાના કાર્યકાળમાં અત્યાર સુધી એકવાર પણ સત્તાવાર રીતે રજા લીધી નથી. અહી સુધી કે હિંદુઓના સૌથી મોટા તહેવાર અને દશેરા પર પણ રજા લેતા નથી.

નવરાત્રિમાં ફક્ત પાણી પીવે છે - મોદી દરેક નવરાત્રિમાં પૂરા નવ દિવસ ઉપવાસ રાખે છે અને ફક્ત પાણી જ પીવે છે. મોદી જ્યારે ગયા વર્ષે અમેરિકાની યાત્રા પર ગયા હતા. ત્યારે નવરાત્રિ ચાલી રહી હતી. ત્યા જ્યારે તેમણે ઓબામાને ભોજન પર આમંત્રણ આપ્યુ. ત્યારે તેમણે કહ્યુ કે હુ ઉપવાસ પર છુ.. તેથી તમારુ આમંત્રણ સ્વીકાર નથી કરી શકતો.

વધુ કામ મોદીને ઉર્જા આપે છે - મોદીના નિકટ રહેનારાઓમાં જગદીશ ઠક્કર છે. ઠક્કરે જણાવ્યુ કે મોદી હંમેશા કામને મહત્વ આપે છે. કામ ઓછુ થતા મુશ્કેલી આવે છે. જ્યારે કે વધુ કામ હોય તો તેમને ઉર્જા મળે છે. આ જ કારણ છેકે પ્રધાનમંત્રી પીએમઓ ઓફિસ 9 વાગ્યાથી પાંચ મિનિટ પહેલા જ પહોંચી જાય છે. મોદી પોતે આટલા સક્રિય રહેતા હોવાથી તેમનો સ્ટાફ પણ આટલો જ સક્રિય રહે છે.
 
મોદીને પાણી આપે છે તાકત - નરેન્દ્ર મોદી માટે જળ જ જીવન છે. આતંકવાદીઓ વિરુદ્ધ જ્યારે ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી તો મોદી રાતભર જાગ્યા. જ્યા સુધી આ ઓપરેશન ચાલતુ રહ્યુ તેમને પાણી પણ ન પીધુ... ઓપરેશન સફળ થવાની માહિતી મળ્યા પછી જ તેમણે પાણી પીધુ.