બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (17:47 IST)

જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમાર કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ દિલ્હીના રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર હતા. 
 
કૉંગ્રેસમાં જોડાતાં અગાઉ બન્ને યુવા નેતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં આવેલા શહીદ-એ-આઝમ ભગતસિંહ પાર્ક મળ્યા હતા. ત્રણેય નેતાઓ ભગતસિંહની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યાં હતાં. જે બાદ તેઓ કૉંગ્રેસ કાર્યાલય તરફ રવાના થઈ ગયા હતા.

 
અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' રિપોર્ટમાં લખે છે કે એ વાતને લઈને પણ ચર્ચા છે કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ રીતે સૌથી જૂની પાર્ટીને નવું રૂપ આપવાની કોશિશ કરી રહ્યા છે.
 
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે આ અંગે પાર્ટીના દિલ્હીના નેતાઓએ આ અંગે ખરાઈ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તેમનાં સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર આ અંગે કોઈ માહિતી આપી નથી.
 
કનૈયાએ પાર્ટીના નેતાઓને રાહ જોવડાવી
 
નૈયાકુમારે મંગળવારે દિલ્હીમાં પાર્ટીના નેતાઓને ઘણી રાહ જોવડાવી હતી.
 
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કનૈયાકુમારના કૉંગ્રેસમાં સામેલ થવાનાં અનુમાનોનું ખંડન કરવા માટે સીપીઆઈએ કનૈયાએ પત્રકારપરિષદ કરવાનું કહ્યું હતું. એક પાર્ટીના નેતાએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે "કનૈયાએ ફોન અને મૅસેજનો કોઈ જવાબ આપ્યો નથી."
 
એવું કહેવાય છે કે કનૈયા સામ્યવાદી પક્ષથી નારાજ હતા, કેમ કે તેઓ એક મોટી ભૂમિકા નિભાવવા માગે છે.
 
2017ની ચૂંટણી અને હાર્દિક, જિજ્ઞેશ, અલ્પેશની ત્રિપુટી
 
વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપ સામે પડ્યા હતા અને વિશ્લેષકોના મતે તેમણે ભાજપને નુકસાન પણ પહોંચાડ્યું હતું.
 
એ વચ્ચે ફરી એક વખત 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસમાં જોડાવા અંગેના સમાચાર આવી રહ્યા છે. 
 
જો મેવાણી કૉંગ્રેસમાં જોડાય તો ફરી એક વખત હાર્દિક અને જિજ્ઞેશ રાજકીય પક્ષમાં સાથે આવી જશે.