રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (13:05 IST)

#Mallya - કર્જની રકમ લઈ લો પણ મને ચોર ન કહેશો - પ્રત્યર્પણ પર નિર્ણય આવતા પહેલા માલ્યાનું નિવેદન

માલ્યાએ કહ્યુ કે આ વાત સમજથી પરે છે કે તેના સેટલમેંટના પ્રસ્તાવને પ્રત્યર્પણને સાથે કેમ જોડવામાં આવી રહ્યો છે. લંડનના વેસ્ટમિસ્ટર કોર્ટૅમાં માલ્યાના પ્રત્યર્પણનો મામલો ચાલી રહ્યો છે. કોર્ટ 10 ડિસેમ્બરના રોજ નિર્ણય સંભળાવી શકે છે. બીજી બાજુ અગસ્તા વેસ્ટલેંડ ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને સંયુક્ત અરબ અમીરાત તરફથી પ્રત્યર્પણ કરી મંગળવારે રાત્રે ભારત લાવવામાં આવ્યો હતો. માલ્યાના સેટલમેંટ ઓફરને આ મામલા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યો હતો. 
 માલ્યાએ બુધવારે ટ્વીટ દ્વારા ભારતીય બેંકો અને સરકારને અપીલ કરતા કહ્યુ કે તે બેંકોના 100ટકા કર્જને ચુકવવા તૈયાર છે. તેમનો પ્રસ્તાવ માની લેવામાં આવે.  માલ્યા પર ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયા બાકી છે. તે માર્ચ 2016માં લંડન ભાગી ગયા હતા. 
 
માલ્યાર કહ્યુ હતુ કે નેતા અ અને મીડિયા મારા ડિફોલ્ટર હોવા અને સરકારી બેંકો પાસેથી લોન લઈને ભાગવાની વાતનો જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે એ ખોટુ છે. મારી સાથે સારો વર્તાવ કેમ નથી થતો ?  2016માં જ્યારે મે કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેંટનો પ્રસ્તાવ મુક્યો હતો તો તેનો પ્રચાર કેમ ન કરવામાં આવ્યો ?