બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (12:06 IST)

જાણો કયા કારણોસર તોગડિયાના ડ્રામાથી તંત્ર અને પોલીસ દોડતી થઈ

રાજસ્થાન પોલીસ વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાની એક કેસમાં ધરપકડ કરવા માટે પહોંચી હતી જે ટેક્નિકલી રીતે તેમની ઉપર ચાલી જ નથી રહ્યો. ટેક્નિકલી ડેડ થઈ ગયેલા કેસના કારણે તોગડિયા સાથે જોડાયેલો વિવાદ શરુ થયો. રાજસ્થાન સરકારે 3 વર્ષ પહેલા તોગડિયાની સામે આ કેસને પાછો લઈ લીધો હતો અને આ મામલામાં જિલ્લા તંત્રને પત્ર લખ્યો હતો. જોકે, તંત્રની ભૂલના કારણે પત્ર કોર્ટ સુધી ન પહોંચ્યો. જેના કારણે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને સમન આપવામાં આવી રહ્યા હતા. તંત્રએ પણ ભૂલ સ્વીકાર કરી લીધી અને હવે કોર્ટને સૂચના આપવાની વાત કરી છે. 

તોગડિયાના આરોપો બાદ રાજસ્થાનના અધિકારીઓએ આ મામલે તપાસ કરી તો સામે આવ્યું કે પોલીસ એક ‘ડેડ’ કેસમાં તેમની પાછળ પડી હતી. આમ તો તોગડિયા સહિત 16 લોકોની સામે 2002માં સવાઈ માધવપુર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો હતો. આ મામલો ગંગાપુર શહેરી વિસ્તારમાં 144ની કલમ તોડવાથી ઉભો થયો હતો. જોકે, પોલીસે આ મામલે પોતાનો અંતિમ રિપોર્ટમાં તથ્યોની ગડબડીની વાત કરી, પણ ત્યારે તમામ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આરોપીઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી. કોર્ટે આ ફરિયાદને ધ્યાનમાં લીધી અને તોગડિયાને ઘણાં સમન મોકલ્યા. જોકે, 2015માં જ્યારે રાજસ્થાનમાં ભાજપ સરકાર આવી તો તોગડિયા સામેનો કેસ પાછો ખેંચવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું કે આ પત્ર કોર્ટ સુધી પહોંચી જ ન શક્યો. તેમના મુજબ કોર્ટ સૂચના આપવાની જવાબદારી પ્રોસિક્યૂશન પક્ષની છે. જોકે, IGPએ સંવાદહીનતાની સ્થિતિને પણ તેના માટે જવાબદાર ઠેરવી છે.