બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ખંડવાઃ , મંગળવાર, 16 મે 2023 (09:30 IST)

Khandwa News - ઓમકારેશ્વર નર્મદા નદીમાં બોટ પલટી જતા બે વર્ષના બાળકનું મોત

Two-year-old child dies after boat capsizes in Narmada river in Omkareshwar
ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં નાવ પલટી મારી ગઈ છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે, આ હોડીમાં 6 લોકો સવાર હતા. આ બોટમાં સવાર ભાવનગરના પરિવારના છ લોકો પણ ડૂબવા લાગ્યા હતા. જો કે, આ સમયે ઘટનાસ્થળ પર હજાર તરવૈયાઓએ ચાર લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. પરંતુ, કમનસીબે બે વર્ષના દક્ષ નામના બાળકને બચાવી શકાયો ન હતો. જ્યારે એક વ્યકિત હજી પણ લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે.
 
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કાર્તિક બેલડિયા અને તેમના સાળાનો પરિવાર પ્રાઈવેટ વાહન લઈ ત્રણ દિવસ પહેલા ફરવા માટે નીકળ્યા હતા અને મધ્યપ્રદેશ આવ્યા હતા. આ લોકો સૌથી પહેલા ઈન્દોર ગયા હતા. ત્યાંથી ઉજ્જૈન મહાકાલના દર્શન કર્યા હતા. ત્યારબાદ આજે ઓમકારેશ્વર પહોંચ્યા હતા. ઓમકારેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તમામ લોકો સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ નર્મદા નદીમાં બોટીંગ કરવા માટે ગયા હતા. આ સમયે બોટનું બેલેન્સ બગડતા પલટી ગઈ હતી. જેથી બોટમાં સવાર છ લોકો ડૂબવા લાગ્યા હતા. જે પૈકીના ચાર લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે એક બે વર્ષના બાળકને સારવાર માટે લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કાર્તિક બેલડિયા લાપતા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
 
આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો નદીમાં બચાવવા માટે વલખાં મારી રહ્યા છે. બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે. તો નજીકમાં જ પલટી ખાઈ ગયેલી બોટ પણ જોવા મળી રહી છે. ત્યારબાદ ઘટનાસ્થળે હાજર બોટમેન નદીમાં કૂદ્યો હતો
 
બોટમાં સવાર લોકોના નામ 
 
રશ્મીન વ્યાસ
નિકુંજ વ્યાસ
વાણી નિકુંડ વ્યાસ
દક્ષ નિકુંજ વ્યાસ
ડીંકલ બેલડિયા
કાર્તિક બેલડિયા