રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 જૂન 2020 (12:26 IST)

હિમતનગર સિવિલ હોસ્પિટલમાં લાઇટ જતી રહેતાં કોરોનાના દર્દીનું મોત

રાજ્યમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા વચ્ચે કોરોનાથી મરનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં દાખલ દર્દીનું


મોત થતાં હોબાળો મચ્યો હતો. કારણ કે દર્દીઓના પરિવારજનોએ મોતનો આરોપ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પર લગાવ્યો છે. જ્યારે ડોક્ટરોએ આ જવાબદારી ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ પર લગાવી દીધો છે. ડોક્ટરોનું કહેવું છે કે વિજળી જવાથી દર્દીનું મોત થયું છે. જો વિજળી ગઇ ન હોત તો દર્દીનો જીવ બચાવી શકાયો હોત. 
 
એક અહેવાલ અનુસાર તલોદ જીલ્લના હરસોલ ગામના રહેવાશી મકબૂલ શેખ નામના 78 વર્ષીય વડીલનો કોરોનાના કારૅણે 15 જૂનના રોજ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પોઝિટિવ આવ્યા બાદ તેમણે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. અહીં આઇસોલેશન વોર્ડમાં 23 તારીખના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. તેના લીધે ડોક્ટરોએ તેમને ઓક્સીજન પર રાખવામાં આવ્યા હતા. 
 
આ દરમિયાન 23 તારીખના રોજ 5:00 વાગે લગભગ લાઇટ બંધ થઇ ગઇ હતી અને ઇલેક્ટ્રિક મોટર ઉંઘી ફરવા લાગી હતી. સાથે જ વિજળી જનરેટર પણ શરૂ થઇ શક્યું નહી. વિજળી જતી રહેતાં ઓક્સિજન પર રાખવામાં આવેલા મકબૂલ શેખનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનો નારાજ થયા હતા. ડોક્ટરો દ્વારા સમજાવ્યા બાદ વૃદ્ધિના પરિવારજનો માની ગયા હતા. 
 
પરંતુ ડોક્ટરોએ તેનો આરોપ ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ પર લગાવી દીધો છે. તેમનું કહેવું હતું કે જો વિજળી ન ગઇ હોત તો તે દર્દીને બચાવી શકયા હોત. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ દાખલ છે અને એક વેંટિલેટર પર છે પરંતુ તેમની તબિયત સામાન્ય છે.