ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (21:47 IST)

ધોની સાથે કરોડોની છેતરપિંડી - કંપનીએ ધોનીના નામે એકેડમી ખોલી, ફી અને પ્રોફિટમાં ભાગ ન આપ્યો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર પર 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેણે રાંચીની સિવિલ કોર્ટમાં અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સોમ્યા દાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
 
કંપની અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે વર્ષ 2017માં એક કરાર થયો હતો. ધોનીનો આરોપ છે કે કંપનીએ એગ્રીમેન્ટ દરમિયાન થયેલા કરારનું પાલન કર્યું નથી. જેના કારણે તેને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
 
કંપની પર ફી અને પ્રોફિટમાં ભાગ ન આપવાનો આરોપ
કરારમાં અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી ફીની ચુકવણી અને નફાની વહેંચણી નક્કી કરવામાં આવી હતી, પરંતુ કંપનીએ તેમ કર્યું ન હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ કંપનીને અનેક નોટિસ મોકલી, પરંતુ કંપનીએ તેના પર કોઈ પગલાં લીધાં નહીં અને નફામાં કોઈ ભાગ ન આપ્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ કંપની સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો.
 
મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીની સિવિલ કોર્ટમાં ક્રિકેટ એકેડમી માટે કરાયેલા કોન્ટ્રાક્ટ પર છેતરપિંડી અને આર્થિક નુકસાન પહોંચાડવાનો કેસ દાખલ કર્યો છે
 
દેશ-વિદેશમાં ખોલ્યા હતા ક્રિકેટ કોચિંગ સેન્ટરો 
કંપની વિરુદ્ધ કેસ દાખલ કરતા પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ વાતચીત દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો અને પછી તેમને કાનૂની નોટિસ મોકલી. આ પછી પણ કંપનીએ કોઈ નિર્ણય ન લેતા હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
 
2021 માં સમાપ્ત થયો કરાર
કંપનીએ મહેન્દ્ર સિંહ ધોનીના નામે દેશ અને વિદેશમાં ઘણી ક્રિકેટ એકેડમી ખોલી હતી, પરંતુ 2021માં કરાર પૂરો થયા બાદ તે બંધ થઈ ગઈ હતી.
 
પૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર છે મિહિર દિવાકર 
મિહિર દિવાકરનો જન્મ 10 ડિસેમ્બર 1982ના રોજ બિહારના સિવાનમાં થયો હતો. મિહિર ભૂતપૂર્વ સ્થાનિક ક્રિકેટર છે. તેણે 1999 થી 2009 વચ્ચે 39 ફર્સ્ટ ક્લાસ અને 36 લિસ્ટ A મેચ રમી હતી. તે વર્ષ 2000માં રમાયેલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતો.