સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 4 નવેમ્બર 2017 (11:57 IST)

મૉરિશસમાં CM યોગી આદિત્યનાથ સામે થયુ ત્રિરંગાનુ અપમાન

મોરીશસ પ્રવાસ પર ગયેલ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલ એક  ટ્વીટ પછી યૂઝર્સના નિશાના પર આવી ગયા છે. ઉલ્લેખનેય છે કે 2 નવેમ્બરના રોજ મૉરેશ્સથી જ તેમણે એક તસ્વીર શેયર કરી હતી. આ તસ્વીરમાં સીએમ યોગી એક ટેબલ પર બેસીને કોઈ કાગળ પર હસ્તાક્ષર કરી રહ્યા છે. તસ્વીરમાં મોરિશસ અને ભારત્નો ત્રિરંગો પણ ટેબલ પર મુકવામાં આવ્યો છે.  પહેલી નજરમાં તો બધુ સામન્ય જોવા મળી રહ્યુ છે પણ ધ્યાનથી જોવા જઈએ તો ટેબલ પર મુકેલો ત્રિરંગો ઉંધો લગાવવામાં આવ્યો છે. 
 
બીજી બાજુ તસ્વીરને શેયર કરતા લખવામાં આવ્યુ છે કે મોરિશસમાં અપ્રવાસી ઘાટ પર 'આગંતુક પુસ્તિકા'માં પોતાના ઉદ્દગાર અંકિત કર્યા. જો કે મોરિશંસના મહાત્મા ગાંધી ઈસ્ટિટ્યૂટે આ માટે માફી માંગતા તસ્વીર હટાવી લેવામાં આવી છે. 
 
ઉલ્ટા ત્રિરંગાને લઈને યૂઝર્સે સીએમ યોગી અને કેન્દ્રીય મંત્રી પર નિશાન તાક્યુ છે. કોમલ લખે છે ત્રિરંગો ઉંધો લગાવ્યો છે. શરદ પ્રતાપ સિંહ લખે છે કદાચ જોઈને વંદે માતરમ લખી રહ્યા છે. તેથી ધ્યાન નહી ગયુ કે રાષ્ટ્રીય ધ્વજ ઉંધો લગાવ્યો છે.