ઉમરગામમાં સૌથી વધુ 25 ઈંચ વરસાદ નોંધાયો
વલસાડ, દક્ષિણ ગુજરાતમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ આજે સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં સૌથી વધુ 25 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ-વાપીમાં છેલ્લા 7 કલાકમાં 9 ઈંચ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે ટ્રેન અને વાહન વ્યવહારને અસર પહોંચી છે.
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાતા હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
વલસાડના કલેક્ટરે ટ્વિટ કરી માહિતી આપી હતી કે, મૌસમની સક્રિયતાના કારણે માછીમારોએ ખુલ્લા દરીયામાં માછીમારી કરવા ન જવું કારણ કે દરીયો તોફાની થવાની શક્યતા છે. જરૂર પડે કંન્ટ્રોલ રૂમ પર ફોન કરવા વિનંતી 02632243238 અને 026321077.