શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :કોલંબો , શનિવાર, 4 ડિસેમ્બર 2021 (11:39 IST)

ભારતના ભારે વિરોધ બાદ ચીન શ્રીલંકામાં ઝૂકી, તમિલનાડુ પાસે સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ અટકાવ્યો

ભારતના ભારે વિરોધ બાદ ચીને શ્રીલંકામાં હાઇબ્રિડ એનર્જી સિસ્ટમ પ્રોજેક્ટનું નિર્માણ અટકાવી દીધું છે. આ હાઇબ્રિડ એનર્જી સિસ્ટમ્સ 3 ઉત્તરીય ટાપુઓ પર બાંધવામાં આવનાર હતી જે ભારતની ખૂબ નજીક છે. અગાઉ જાન્યુઆરીમાં ભારતે શ્રીલંકા તરફથી સોલાર પાવર પ્લાન્ટ બનાવવા માટે ચીનની કંપનીને કોન્ટ્રાક્ટ આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. શ્રીલંકાએ તાજેતરમાં કોલંબો પોર્ટ ખાતે ઈસ્ટ કન્ટેનર ડેપોના નિર્માણ માટેનો કોન્ટ્રાક્ટ ચીનની એક કંપનીને આપ્યો છે.
 
શ્રીલંકાએ અગાઉ આ કન્ટેનર ડેપો બનાવવાનો કોન્ટ્રાક્ટ ભારત અને જાપાનને આપ્યો હતો. શ્રીલંકામાં ચીનના દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે ત્રીજા દેશે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ ઉત્તરી ટાપુઓ પર સૌર ઉર્જા પ્લાન્ટ બનાવવાનો પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે. ચીને આ ત્રીજા દેશ તરીકે ભારતનું નામ લીધું નથી. ચીની એમ્બેસીએ એમ પણ કહ્યું કે આ જ કંપનીએ માલદીવમાં કોન્ટ્રાક્ટ જીત્યો છે.