શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (18:47 IST)

UMID Card- રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, UMID હેલ્થ કાર્ડ યોજના હેઠળ મફત સારવાર મળશે

ભારતીય રેલવેએ હવે હેલ્થ કાર્ડમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવી UMID હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. યુનિક મેડિકલ આઇડેન્ટિફિકેશન (UMID) હેલ્થ કાર્ડ તમામ રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને કર્મચારીઓના આશ્રિતોને લાગુ પડશે.
 
UMID કાર્ડ ધારકો માટે સારવાર સંપૂર્ણપણે મફત છે. ખાસ વાત એ છે કે 12.5 લાખ રેલવે કર્મચારીઓ, 15 લાખ પેન્શનરો અને 10 લાખ કર્મચારીઓના આશ્રિતોને આ યોજનાનો લાભ મળશે.
 
પ્રારંભિક તબક્કામાં દેશની રેલ્વે પેનલ હોસ્પિટલો અને AIIMS હોસ્પિટલો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. UMID કાર્ડ ધારકોને આ હોસ્પિટલોમાં મફત સારવાર મળશે. હાલની આરોગ્ય વીમા સુવિધામાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે હવે નવી સિસ્ટમ લાગુ કરી  છે
 
UMID કાર્ડ બનાવવા માટે રેલવે કર્મચારીઓએ 100 રૂપિયા ચૂકવવા પડશે. એકવાર ચુકવણી થઈ જાય અને UMID હેલ્થ કાર્ડ બની જાય, પછી ટાઈઅપ હોસ્પિટલોમાં સારવાર મફત થશે. આ કાર્ડનો ઉપયોગ ઈમરજન્સી સારવાર માટે પણ થઈ શકે છે. સારવાર કરાવતી વખતે આ કાર્ડ નંબર હોવો પૂરતો છે. કાર્ડ હાથમાં હોવું જરૂરી નથી.