ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 24 માર્ચ 2019 (14:20 IST)

દુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં?

શું તમે ઉનાળા વેકેશનમાં બહાર ફરવા જવાની તૈયારી કરી રહ્યાં છો? અને શું તમે વિદેશ ફરવા જવાનો પ્લાન નક્કી કર્યો છે? તો પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે દુનિયાનાં સૌથી સસ્તાં અને મોંઘાં શહેરો કયાં છે?

સૌથી મોંઘાં શહેરોની વાત કરવામાં આવે તો હૉંગકૉંગ અને સિંગાપોર સાથે પેરિસને દુનિયાના સૌથી મોંઘાં શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે.

ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યૂનિટ એટલે કે EEUના વાર્ષિક સરવેમાં આ ત્રણેય શહેરો પહેલા નંબર પર છે.
છેલ્લાં 30 વર્ષોથી ઈઈયૂ 133 શહેરોના ભાવનું તુલનાત્મક અધ્યયન કરી રહ્યું છે અને તેના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું છે કે ત્રણ શહેર એક સાથે પહેલા નંબર પર હોય.ગત વર્ષના સરવેમાં મોંઘવારીના મામલે ટૉપ 10 શહેરોમાં યૂરોપનાં ચાર શહેર હતાં. તેમાં પેરિસનું સ્થાન બીજા નંબર પર હતું.

આ સરવેમાં બ્રેડ જેવા સામાન્ય સામાનના ભાવોનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે છે.
ત્યારબાદ એ ખબર પડે છે કે ન્યૂયૉર્કની સરખામણીએ એ શહેરમાં ભાવ કેટલા ઊંચા છે.
આ રિપોર્ટ તૈયાર કરનારાં રોક્સાના સ્લાવશેવાનું કહેવું છે કે 2003થી જ પેરિસ 10 મોંઘા શહેરોની યાદીમાં રહ્યું છે.

તેઓ કહે છે, "અન્ય યૂરોપીય શહેરોની સરખામણીએ અહીં માત્ર દારુ, વાહનવ્યવ્હાર અને તમાકૂ જ સસ્તાં છે."
ઉદાહરણ તરીકે એક મહિલાનાં વાળ કાપવાનો ખર્ચ પેરિસમાં 119.04 ડોલર (આશરે 8234 રૂપિયા) છે. જ્યારે ઝ્યુરિક અને જાપાનના શહેર ઓસાકામાં આ 73.97 ડોલર (આશરે 5116.50 રૂપિયા) અને 53.46 ડોલર (આશરે 3697.83 રૂપિયા) છે.

દુનિયાના સૌથી મોંઘા શહેર

1. સિંગાપોર
2 પેરિસ (ફ્રાન્સ)
3 હૉંગકૉંગ (ચીન)
4. ઝ્યુરિક (સ્વિત્ઝરલૅન્ડ)
5. જીનેવા (સ્વિત્ઝરલૅન્ડ)
6. ઓસાકા (જાપાન)
7. સિઓલ (દક્ષિણ કોરિયા)
8. કોપેનહેગન (ડેનમાર્ક)
9. ન્યૂયૉર્ક (અમેરિકા)
10. તેલ અવીવ (ઇઝરાયલ)
11. લોસ એન્જ્લસ (અમેરિકા)
આ વર્ષની રૅન્કિંગમાં મુદ્રા મૂલ્યોમાં ઉતાર ચઢાવના કારણે ફેર પડ્યો છે.
આ કારણોસર આર્જેન્ટિના, બ્રાઝીલ, તુર્કી અને વેનેઝુએલા જેવા દેશોમાં ખર્ચ ખૂબ ઓછો થયો છે.
ગત વર્ષે વેનેઝુએલામાં મોંઘવારી દર 10 લાખ ટકા સુધી પહોંચી ગયો હતો જેના કારણે સરકારે નવી મુદ્રા શરુ કરવી પડી હતી.
આ કારણોસર અહીંનુ કારાકાસ શહેર દુનિયાનું સૌથી સસ્તું શહેર બની ગયું હતું.

દુનિયાના સૌથી સસ્તાં શહેર

1. કારાકાસ (વેનેઝુએલા)
2. દમિશ્ક (સીરિયા)
3. તાશકંદ (ઉઝબેકિસ્તાન)
4. અલમાતી (કઝાખસ્તાન)
5. બેંગલુરુ (ભારત)
6. કરાચી (પાકિસ્તાન)
7. લાગોસ (નાઇજીરિયા)
8. બ્યૂનસ આયર્સ (અર્જેન્ટિના)
9. ચેન્નઈ (ભારત)
10. દિલ્હી (ભારત)