શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (08:09 IST)

ઉમરાવ જાન, કભી કભી જેવી હિટ ફિલ્મોના જાણીતા સંગીતકાર Khayyamનું નિધન

જાણીતા સંગીતકાર ખૈય્યામનુ સોમવારે મુંબઈના સુજૉય હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. તેમના મોતનુ કારણ કાર્ડિએક અરેસ્ટ બતાવાય રહ્યુ છે. ખૈય્યામ 92 વર્ષના હત. તેમની તબીયત ખરાબ હોવાને કારણે કેટલાક દિવસ પહેલા હોસ્પિતલ લઈ જવામાં આવ્યા હતા. 16 ઓગસ્ટના રોજ તેમને આઈસીયુમાં હોવુ અને હાલત નાજુક હોવાની રિપોર્ટ્સ સામે આવી હતી.  માહિતી મુજબ તે ગંભીર ફેફ્સાના ઈંફેક્શનનો સામનો કરી રહ્યા હતા 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ રાત્રે લગભગ 9.30 કલાકે તેમને કાર્ડિએક અરેસ્ટ આવ્યો. ડોક્ટર તેમને બચાવી શક્યા નહી.  ફેફ્સા ઈંફેક્શન અને વધુ વયને કારને તેમનુ શરીર ખૂબ નબળુ થઈ ચુક્યુ હતુ. તે 21 દિવસથી હોસ્પ્ટલમાં દાખલ હતા. 
 
ખૈય્યામના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને દુખ વ્યક્ત કર્યુ. સુપ્રસિદ્ધ સંગીતકાર ખૈય્યામ સાહેબના નિધનથી અત્યત દુખ થયુ છે. તેમને પોતાની યાદગાર ધુનોથી અગણિત ગીતોને અમર બનાવી દીધા. તેમના અપ્રતિમ યોગદાન માટે ફિલ્મ અને કલા જગત હંમેશા તેમનુ ઋણી રહેશે.  દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના ચાહકો સાથે છે. 
લતા મંગેશકરે પણ મહાન સંગીતકારના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરી પોતાની ભાવનાઓ જાહેર કરી અને સંગીતકારને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.  તેમણે ટ્વીટ કર્યુ.  મહાન સંગીતકાર અને ખૂબ જ સારા દિલના ખૈય્યામ સાહેબ આજે અમારી વચ્ચે નથી. આ સાંભળીને મને એટલુ દુખ થયુ છે જે હુ બતાવી નથી શકતી. ખૈય્યામ સાહેબ સાથે સંગીતના એક યુગનો અંત આવ્યો છે. હુ તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ. 
 
ખૈય્યામે અનેક હિટ ફિલ્મો જેવી કે કભી-કભી અને ઉમરાવ જાન માટે મ્યુઝિક કંપોઝ કર્યુ હતુ. આ મુવીજના ગીત એવરગ્રીન માનવામાં આવે છે. મોહમ્મદ જહર ખૈય્યામ હાશમીએ સંગીતની દુનિયામાં પોતાની યાત્રા 17 વર્ષની વયમાં લુધિયાણાથી શરૂ કરી હતી.  તેમને પોતાના કેરિયરની પ્રથમ મેજર બ્રેક બ્લૉકબસ્ટર મુવી ઉમરાવ જાન થી મળી હતી.  જેના ગીત આજે પણ ઈડસ્ટ્રીમાં અને લોકોના દિલમાં સ્થાન બનાવેલ છે. 
 
ખૈયાયમેન આ ફિલ્મમાં શ્રેષ્ઠ સંગીત માટે નેશનલ એવોર્ડ અને ફિલ્મફેયર એવોર્ડ સાથે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
 
સંગીતકાર ખૈય્યામના નૉન-ફિલ્મી ગીતોને પ્ણ ફેંસ ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને પાવ પડે તોરે શ્યામ, વૃજ મે લૉટ ચલો અને ગઝબ કિયા તેરે વાદે પર એતબાર કિયા તેમણે મીના કુમારીની એલ્બમ જેમા એક્ટ્રેસે કવિતાઓ ગાઈ હતી એ માટે પણ મ્યુઝિક કંપોઝ કર્યુ હતુ.