નિર્ભયા કેસ - શુ સુપ્રીમ કોર્ટ દોષીઓની સજા કાયમ રાખશે કે કરશે માફ ?
દિલ્હીમા 29 ડિસેમ્બર 2012ના રોજ થયેલ ગેંગરેપની અસર લોકોના દિલો દિમાગ પર એટલી બધી થઈ હતી કે તમામ લોકો નિર્ભયાને ન્યાય અપાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ગેંગરેપના 6 આરોપીમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે કે એક સગીર હોવાથી તેને 3 વર્ષની સજા પછી છોડી દેવામાં આવ્ય હતો. હવે બાકીના 4 લોકોની ફાંસીની સજા પર પુન વિચારણા અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય આપશે કે તેમને ફાંસી આપવી જોઈએ કે રાહત. આજે પણ દેશમાં રેપની ઘટનાઓ ઘટી નથી રહી.. આવી સ્થિતિમાં જોવાનુ એ રહેશે કે શુ સુપ્રીમ કોર્ટ આવા નરાધમોને ફાંસીની સજા કાયમ રાખીને સાચો ન્યાય આપશે કે પછી તેમને રાહત આપીને કરોડો દેશવાસીઓનુ દિલ દુખાવશે
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટીસ આર. ભાનુમતિ અને જસ્ટીસ અશોક ભૂષણની પીઠે કે.મુકેશ, પવન ગુપ્તા, અને વિનય શર્માની અરજીઓ પર સોમવારે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે 2017ના પોતાના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટ અને નીચલી અદાલત દ્ધારા 23 વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યાના કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી હતી. નિર્ભયા સાથે દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં 16 ડિસેમ્બર 2012ના રોજ ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.