શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (12:22 IST)

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચું બનશે મોદીનું સ્ટેચ્યુ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચું બનશે મોદીનું સ્ટેચ્યુ- મહારાષ્ટ્રના પુણેના લવાસામાં પીએમ મોદીનું સૌથી ઉંચું સ્ટેચ્યુ તૈયાર થઈ રહ્યું છે જેની ઉચાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ વધુ હશે અને તે 190 થી 200 મીટર ઉંચી હશે. પીએમ મોદીની પ્રતિમાની ઊંચાઈ 190-200 મીટર હશે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 183 મીટર છે.
 
આ વર્ષના અંત સુધીમાં મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. આ સ્થાન પ્રર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. .મહારાષ્ટ્રના પુણે જિલ્લાના લવાસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રતિમાનું બનાવવામાં આવશે.   આગામી ડિસેમ્બર માસ સુધીમાં આ પ્રતિમા તૈયાર થઈ જવાની આશા છે
 
મોદીની પ્રતિમાનું અનાવરણ 31 ડિસેમ્બર 2023ના રોજ અથવા તે પહેલા કરવામાં આવે તેવી શક્યતા છે. ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ (ડીપીજીસી)ના વડા અજય હરિનાથ સિંહના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ઈઝરાયેલ, જર્મની, ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.
 
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચું બનશે મોદીનું સ્ટેચ્યુ