સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મહારાષ્ટ્ર. , શનિવાર, 17 જૂન 2023 (09:51 IST)

Rituraj Gaikwad Fan - ઋતુરાજના પગે પડવા ફિલ્મી સ્ટાઈલમાં મેદાનની વચ્ચે પહોચી ગયો ફેન, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

cricket fan
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન પૂરી થઈ ગઈ છે. પરંતુ ભારતમાં T20 ક્રિકેટનો જાદુ કાયમ છે. ગયા ગુરુવારે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની પ્રથમ સીજન શરૂ થતાં . સિઝનની પ્રથમ મેચમાં પુનેરી બાપ્પા અને કોલ્હાપુર ટસ્કર્સની ટીમો આમને-સામને હતી. જ્યાં પુનેરી બાપ્પાની ટીમે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની તોફાની ઇનિંગ્સના આધારે આ ઓપનિંગ મુકાબલામાં 8 વિકેટે જીત મેળવી હતી. પરંતુ આ મેચ દરમિયાન એક એવી ક્ષણ જોવા મળી, જેમાં એક પ્રશંસકે ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી મારી અને સીધો મેદાનની વચ્ચે પહોંચી ગયો અને બેટિંગ કરી રહેલા ઋતુરાજના પગે પડવા લાગ્યો. હવે આ મજેદાર ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.