શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2024 (23:59 IST)

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શરૂ કરાશે હેલ્પલાઈન, નંબર કરાયો જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12 ની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તે પહેલાં બોર્ડે મહત્વપૂર્ણ જાહેરાત કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. જેમાં એક્સપર્ટ મુંઝવતા પ્રશ્નનોનું નિરાકરણ આપશે. આ હેલ્પલાઈન આગામી ગુરુવાર તા.8 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવનાર છે.બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે શિક્ષણ વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી હેલ્પલાઇન 1800 233 5500 ટ્રોલ ફ્રી શરૂ થશે. જે 8 ફેબ્રુઆરી થી 26 માર્ચ સુધી ચાલશે. જેના સાથે જ વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવશે. આ હેલ્પલાઈન સવારે 10 કલાકથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવનાર છે.