મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (22:14 IST)

VIDEO: સાઉથ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહેફીલમાં જોવા મળ્યો મોહમ્મદ સિરાજ, ફેન્સે કર્યો નોટોનો વરસાદ

Mohammed Siraj
Mohammed Siraj


હાઇલાઇટ્સ
- મોહમ્મદ સિરાજ હૈદરાબાદમાં કવ્વાલીની મજા લેતો જોવા મળ્યો હતો  
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે
 
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ શાનદાર રહ્યો હતો. તેણે 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 9 વિકેટ લીધી હતી. સિરાજ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ચોથા સ્થાને રહ્યો. ટોચના 3માં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો. સિરાજ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યો છે, તે હૈદરાબાદ પાછો ફર્યો કે તરત જ તેના ફેન્સ એ સ્ટાર બોલર પર નોટોનો વરસાદ કર્યો. 29 વર્ષીય સિરાજ હવે ઈંગ્લેન્ડ સામેની આગામી હોમ ટેસ્ટ સિરીઝમાં બોલિંગ કરતો જોવા મળશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે.

 
જમણા હાથના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ(Mohammed Siraj) હૈદરાબાદમાં કવ્વાલી (Qawwali)ની મજા લેતા જોવા મળ્યો હતો. કવ્વાલી મહેફિલમાં  તેના ચાહકોએ પોતાના હીરોને જોતા જ તેના પર પૈસાની વર્ષા શરૂ કરી દીધી. સિરાજની કવ્વાલીનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે હસતો જોવા મળી રહ્યો છે. આ મહેફિલમાં ભારતીય બોલરની આસપાસ ઘણા કવ્વાલી પ્રેમીઓ હાજર છે. કાર્યક્રમમાં AIMIM ધારાસભ્ય માજિદ હુસૈન પણ જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં મોહમ્મદ સિરાજ માજિદ હુસૈનની બાજુમાં બેઠા હતા પરંતુ બાદમાં કવ્વાલી ગાયકે તેમને પોતાની પાસે બોલાવ્યા.
   
શાનદાર ફોર્મમાં છે સિરાજ 
મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. તેણે ગત વર્ષે એશિયા કપમાં શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે બહુ ઓછા સમયમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ખૂબ જ સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવતા સિરાજે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફાસ્ટ બોલરોમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
 
વનડેમાં નંબર વન બોલર રહ્યો છે સિરાજ 
ભારતનો આ ખતરનાક ફાસ્ટ બોલર ગયા વર્ષે વનડે રેન્કિંગમાં નંબર વન પર હતો. જોકે, તેણે ત્યારે કહ્યું હતું કે રેન્કિંગથી તેને કોઈ ફરક નથી પડતો. તે ભારતને વર્લ્ડ કપનો ખિતાબ અપાવવા માંગતો હતો. પરંતુ વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 10 મેચ જીતીને શાનદાર ફોર્મ બતાવ્યું હતું પરંતુ ફાઇનલમાં તે લય જાળવી શકી નહોતી.