શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 25 નવેમ્બર 2019 (12:02 IST)

Maharashtra Crisis 24 કલાક માટે ટળ્યો મહારાષ્ટ્ર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ફડણવીસને 14 દિવસની મુદત

રાજ્યપાલે આપ્યો છે 14 દિવસનો સમય.. 
 
મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે 14 દિવસનો સમય આપ્યો છે. તેમને કહ્યુ કે પ્રોટેમ સ્પીકર પછી સ્પીકરની પસંદગી જરૂરી છે. પણ વિપક્ષ પ્રોટેમ સ્પીકરથી કામ કરાવવા માંગે છે.  મુકુલ રોહતગીએ કહ્યુ કે આગામી સાત દિવસમાં ફ્લોર ટેસ્ટ થઈ શકતો નથી. આવતીકાલે પણ ફ્લોર ટેસ્ટનો ઓર્ડર ન આપવામાં આવે. 
 
અમને ખબર છે શુ આદેશ આપવાનો છે.  કોર્ટમાં હવે ચર્ચાનો ફોકસ શિફ્ટ થઈ રહ્યો છે. કોર્ટમાં હવે ફ્લોર ટેસ્તના સમય પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન તુષાર મેહ્તાએ કહ્યુ કે મહાવિકાસ અઘાડીએ યાદીમાં ગડબડી કરી છે. તેના પર સિંઘવીએ કહ્યુ કે ફ્લોર ટેસ્તથી જાણ થશે કે તમે ઉઘા મોઢે  પડૅશો. તમે હારી જશો. આ દરમિયાન કોર્ટને પુછવામાં આવ્યુ કે તમે શુ માંગ મુકી રહ્યા છો. સિંઘવીએ કહ્યુ કે અમે ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છે. જેના પર જસ્ટિસ રમનાએ કહ્યુ કે અમને ખબર છેકે શુ આદેશ આપવાનોછે. મુકુલ રોહતગીએ કહ્યુ કે વિધાનસભાની કેટલીક પરંપરા છે. જેનુ પાલન થવુ જોઈએ.  



મુકુલ રોહતગી એ કહ્યુ કે ફ્લોર ટેસ્ટ ક્યારેય પણ થઈ શકે છે. આ નિર્ણય સ્પીકરની ઉપર છે. આજે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે 54 ધારાસભ્ય છે. આવતીકાલે હુ પણ આ કહી શકુ છુ કે ફ્લોર ટેસ્ત કરાવવો સ્પીકરની જવાબદારી છે. તેમા કોર્ટની જવાબદારી ક્યા છે ? મુકુલ રોહતગીએ કહ્યુ કે કોર્ટનો કોઈ સવાલ જ નથી. અહી હોર્સ ટ્રેડિંગનો સવાલ નથી. પણ આખુ ગ્રુપ જ બીજી તરફ જતુ રહ્યુ છે.  જો રાજ્યપાલ કહે છે કે આજે ફ્લોર ટેસ્ટ ન થવો જોઈએ અને તેમને પોતાનુ કામ કરવા દેવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે હજુ આ પોઝિશન નથી. આ  પ્રકારના અનેક કેસ છે. જેમા 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ થયો છે. સૉલિસિટર જનરલે તેના પર જવાબ આપ્યો કે આ રાજ્યપાલનો નિર્ણય છે. શુ વિધાનસભાનો એજંડા કોર્ટ નક્કી કરશે ?
 
જ્યારે SCએ પુછ્યુ અજિત પવાર તરફથી કોણ છે ? SG એ જણાવ્યુ કે બીજેપી પાસે 1-5 પોતાના, એનસીપી 54 અને 11 વિપક્ષોનુ સમર્થન છે. રાજ્યપાલ પાસે બધા ધારાસભ્યોનુ સમર્થન પત્ર પહોંચ્યુ હતુ. તેના પર સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે તે ચિઠ્ઠી ક્યા છે જેમા રાજ્યપાલે ફડણવીસને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ હતુ. 
 
મુકુલ રોહતગીએ કહ્યુ કે પવાર પરિવારમાં શુ થઈ રહ્યુ છે. તેની સાથે તેમને મતલબ નથી. એક પવાર મારી સાથે છે અને એક કોર્ટમા. તે હસ્તાક્ષર ખોટા નથી બતાવી રહ્યા. પણ હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવી રહ્યા છે. 
 
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે અહી રાજ્યપાલ વિશે કશુ નથી કર્હી રહ્યા. અહી મામલો જુદો છે. જસ્ટિસ ખન્નાએ આ દરમિયાન કહ્યુ કે તમે ગઈકાલની વાત કરી રહ્યા છો. અહી અજિત પવાર તરફથી કોણ છે. ? 
 
સુપ્રીમ કોર્ટમાં SG એ કહ્યુ કે ચિઠ્ઠીમાં અજિત પવારે ખુદને ધારાસભ્ય દળના નેતા બતાવ્યા. જેના પર કોર્ટે ચિઠ્ઠીનુ ટ્રાંસલેશન માંગ્યુ. 22 નવેમ્બરની ચિઠ્ઠીમાં અજીત પવારએ ખુદને CLP બતાવ્યા ને કહ્યુ કે 54 ધારાસભ્યોએ તેમને અધિકાર આપ્યો છે. 
 
રાજ્યપાલને ચિઠ્ઠી મળી. જ્યારબાદ તેમણે રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો અનુરોધ આપ્યો. 23 નવેમ્બરના રોજ રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને ચિઠ્ઠી લખી.  ફડણવીસે રાજ્યપાલને 170 ધારાસભ્યોનુ સમર્થન બતાવ્યુ હતુ. SG એ કહ્યુ કે રાજ્યપાલ પાસે ચિઠ્ઠી આવી હતી. રાજ્યપાલનુ કામ તપાસ કરાવવાનુ નથી. 
 
સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે સૌથી પહેલી ચિઠ્ઠી કોણી આવી હતી ? તેના પર SG એ કહ્યુ કે ફડણવીસે સૌથી પહેલી ચિઠ્ઠી લખી હતી. 
 
થોડીવારમાં કોર્ટમાં  સુનાવણી 
 
હવે થોડી જ વારમાં સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર મમાલે સુનાવણી શરૂ થશે.  શિવસેના તરફથી અનિલ દેસાઈ, ગજાનન કાર્તિકર, અરવિંદ સાવંત સુર્પીમ કોર્ટ પહોંચી ગયા છે. 
 
રાજ્યપાલને પત્ર સોંપી શકાય છે. ત્રણેય પાર્ટીઓ શિવસેના-કોંગ્રેસ-એનસીપી આજે રાજ્યપાલ બધા ધારાસભ્યોને સમર્થન પત્ર સોંપી શકે છે. આ પત્ર કોર્ટમાં સુનાવણી પહેલા જ સોંપવામાં આવશે. 
 
કોંગ્રેસ-એનસીપી-કોંગ્રેસ દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં ધારાસભ્યોના સમર્થન પત્ર સોંપવામાં આવશે. તેમા દાવો કરવામાં આવશે કે બધા ધારાસભ્ય એનસીપીની સાથે છે. અજિત પવાર સાથે.નથી. 
 
હિમંત છે તો ફ્લોર ટેસ્ટ પાસ કરો 
 
બીજેપી સતત દાવો કરી રહી છે કે તેમની પાસે બહુમત છે પણ શિવસેના-એનસીપી-કોગ્રેસનુ કહેવુ છે કે બહુમત તેમની પાસે ચે અને જે ધારાસભ્ય અજિત પવાર સાથે ગયા હતા તે પરત આવી ગયા છે. શિવસેના તરફથી સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યુ છેકે બીજેપીમાં જો હિમંત છે તો તે 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરીને બતાવે.