મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (09:43 IST)

પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ જાત જાતના સર્વેથી લોકો હેરાન

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાના મતદાન બાદ સોશિયલ મિડિયામાં જાત જાતના સર્વે વાયરલ થઇ રહ્યાં છે આઇ.બી અને કોંગ્રેસ તથા અન્ય એજન્સીના નામે વાયરલ થઇ રહેલા સર્વેથી રાજકીય પાર્ટીના નેતાની સાથે સાથે પ્રજા પણ હેરાન થઇ રહી છે. રાજકીય પક્ષના સમર્થકો પોતાના તકફેણમાં જે સર્વે કરે છે તેને સાચો ગણાવીને વધુને વધુ ફેલાવી રહ્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા આવા સર્વે ફરતા થવા છતાં કોઇ રાજકીય પક્ષ કે ચૂંટણીરપંચે વાંધો ન ઉઠાવતા આવા સર્વે વધારે ને વધારે પ્રસરી રહ્યાં છે. વ્હોટ્સ એપ અને ફેસબુક જેવા સોશિયલ મિડિયાના નામે ભાજપ અને કોંગ્રેસ જુદાં-જુદાં સર્વેમાં વધુ સીટો બતાવવામાં આવી રહી છે.

આઇ.બી.ના નામે જે સર્વે વાયરલ થઇ રહ્યા છે તેમાં 89 બેઠકોમાંથી ભાજપને 69 અને કોંગ્રેસને 19 જ્યારે એન.સી,પી.ને એક બેઠક દર્શાવવામાં આવી છે. જ્યારે આઇ.બી.ના નામે એક બીજા સર્વેમાં કોંગ્રેસ 54 અને ભાજપને 34 જ્યારે એન.સી.પી.ને એક બેઠક દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક સર્વેમાં ભાજપને ભાજપને 70, કોંગ્રસને 18 અને એન.સી.પી.ને એક બેઠક દર્શાવવામાં આવી છે. આમ, સોશિયલ મિડિયામાં જાત-જાતના સર્વે વાયરલ થતાં હોવાથી રાજકીય પક્ષોના કાર્યકરો અને સાથે લોકો પણ ચકરાવે ચડી રહ્યાં છે. જોકે આ બધા જ સર્વે બોગસ હોવા છતાં રાજકી પક્ષો કે ચૂંટણીપંચે કોઇ વાંધો ના ઉઠાવતા આવા સર્વે વધુમાં વધુ પ્રસરી રહ્યાં છે.