શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (16:35 IST)

ગુજરાતમાં હવે મકાન લેવુ પડશે મોંઘુ

પોતાનુ ઘર હોવુ એ દરેકનુ સપનુ હોય છે. પરંતુ દિવસો દિવસ વધતી મોંઘવારી માણસને સપના પણ જોવા દેતુ નથી. ઉપરથી આજે ગુજરાત સરકારના કેટલાક નિર્ણયો પછી ગુજરાતમાં હવે ઘરનુ સપનુ કદાચ સપનુ જ રહી જશે. પાલનપુરમાં મળેલી બેઠક બાદ ક્રેડાઇ ગુજરાતે નિર્ણય કર્યો છે.આગામી 2 એપ્રિલથી મકાન-દુકાનો મોંઘી થશે  બિલ્ડરો 2 એપ્રિલથી બાંધકામના પ્રતિચોરસ ફૂટે 400થી 500 રૂપિયાનો વધારો કરશે.સિમેન્ટ, સ્ટીલના ભાવ વધતા બાંધકામ કોસ્ટ વધારશે.
 
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયને પગલે વડોદરામાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની કુલ 8 લાખ ચોરસફૂટ જેટલી પ્રોપર્ટીના રૂ.400 કરોડ સુધીના રૂપિયા વધુ ચૂકવવા પડશે. છેલ્લા એક વર્ષમાં સિમેન્ટ, લોખંડ, પીવીસી પ્રોડક્ટ્સ, અને કાચ સહિતની તમામ ચીજવસ્તુઓ અને કડિયા-મજૂરોના ચાર્જમાં પણ તોતિંગ વધારો થતાં આ વધારો અનિવાર્ય હોવાનું ક્રેડાઇએ જણાવ્યું હતું.
 
 
. કોરોના પછીના છેલ્લા 15-20 દિવસમાં રશિયા-યુક્રેનના યુદ્ધથી કિલો દીઠ રૂ.63ના ભાવે મળતા સ્ટીલના ભાવ આજે રૂ.77-79ના ભાવ બોલાઈ રહ્યા છે. આ પાછળ યુદ્ધ જવાબદાર છે. છેલ્લા દોઢેક વર્ષથી સ્ટીલના ભાવમાં રૂ.58-65ની રેન્જમાં જોવા મળી છે. આ બધી સામગ્રી કોઈ પણ મકાન માટે પ્રાથમિક હોય છે. દોઢેક વર્ષ પહેલા રૂ.40ની આસપાસના ભાવે મળતું સ્ટીલ આજે રૂ.79ના ઊંચા ભાવે પહોંચ્યું છે. એ પણ કિલોદીઠ. બીજી બાજુ ઈંટના ભાવમાં 35 ટકા સુધીનો ભાવ વધારો થતા 1000 નંગના ભાવ અગાઉથી વધીને રૂ.9000 સુધી પહોંચ્યા છે.
 
ગુજરાત રાજ્યમાં સિમેન્ટનું ઉત્પાદન ઘણું વધારે થતું હોવા છતા પણ કંપની માલિકો સિન્ડિકેટ બનાવીને ભાવ નક્કી કરે છે. એટલે પ્રોપર્ટીની કિંમત પર એનો બોજ રહે છે. રાજસ્થાનમાં કિલોની બેગના રૂ.230-250ના ભાવે મળે પણ એ જ બેગ ગુજરાતમાં રૂ.330-335 ભાવથી મળે છે. એટલે ઘણા બિલ્ડર્સ તે રાજસ્થાનથી મંગાવે છે.
 
કઈ વસ્તુમાં કેટલો ભાવ વધારો
ઇલેક્ટ્રિક વાયરના ભાવમાં 40 ટકા
એસેસરીઝના ભાવમાં 20 ટકા
પ્લમ્બિંગ માટેની ચીજવસ્તુઓમાં 30થી 35 ટકા
વૂડન ફ્લોરિંગમાં 20 ટકા
કપચીમાં 40 ટકા
ફોરિંગ ટાઇલ્સમાં 40 ટકા
વોશબેસિનમાં 33 ટકા
એન્ગલ કોકમાં 18 ટકા
18 ટકા, ફ્લશ વાલ્વમાં 10 ટકા
પીલર કોકમાં 12 ટકા
 
40 જેટલા મોટા શહેરોમાં ઝીંકાશે ભાવ વધારો 
 
વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરો ઉપરાંત આણંદ, ભરૂચ, ગોધરા, વલસાડ સહિતના 40 જેટલા નગરોમાં ક્રેડાઇ ચોરસફૂટ દીઠ પ્રોપર્ટીનો ભાવવધારો ઝીંકશે.