મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 જૂન 2024 (00:26 IST)

ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું, રાજ્યમાં વાવણીલાયક વરસાદ ક્યારે પડશે?

ચોમાસાએ ગુજરાતમાં આગમન કરી લીધું છે. ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, અને ડાંગના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ વરસી ગયો છે.
 
મુંબઈ અને પુણે જેવા પ્રદેશોમાં ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ વરસાદ થયો હતો. આ જોતા ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે.
 
હવામાન વિભાગ પ્રમાણે 11 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે, આ પહેલાં મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું હતું.
 
મુંબઈમાં પણ ચોમાસું આ વર્ષે તેના સમય પહેલાં પહોંચી ગયું હતું અને કેરળમાં પણ ચોમાસાની શરૂઆત બે દિવસ વહેલી થઈ હતી. ગુજરાતમાં હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
 
રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે, જેમાં ગત વર્ષે ચોમાસું 25 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચ્યું હતું.
 
તો જાણો ગુજરાતમાં હવે ક્યાં વરસાદ પડશે અને વાવણી લાયક વરસાદ ક્યારે પડશે?
 
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે?
 
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જોકે, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી.
 
આગામી 2-3 દિવસ સુધી વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ પડશે. આ વિસ્તારોમાં વરસાદ છૂટો-છવાયો રહેશે.
 
આ સિવાય, છોટા-ઉદયપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, અરવલ્લી, અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ 1-2 દિવસ સુધી વરસાદ છૂટો-છવાયો રહે અને થોડી ગાજવીજ રહે તેવી શક્યતા છે.
 
દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું ઝોર થોડું ઘટશે, પછી કાલે ફરીથી થોડું વધશે અને ત્યાર બાદ ફરીથી ઘટવા લાગશે. પરંતુ, આ ચોમાસું આગળ વધશે તેની શક્યતા પણ ખુબ જ ઓછી છે અને ગુજરાતમાં આવનારા 4-5 દિવસમાં વરસાદનું ઝોર ધીમે ધીમે ઘટશે.
 
આ સિવાય, સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના જેવા વિસ્તાઓમાં પણ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ધીમે ધીમે અહીંયા પણ વરસાદનું ઝોર ઘટશે.
 
આ સિવાય છૂટો-છવાયા વિસ્તારમાં ગાજ-વીજ પણ થઈ શકે છે.
 
ઉપરાંત, અરબી સમુદ્રથી સુકો પવન ચાલુ રહેશે અને તેથી ગુજરાતમાં ગરમી અને બફારો યથાવત્ રહેશે.
 
કોઈક જગ્યાએ વાદળો આવશે, કદાચ છૂટો-છવાયો વરસાદ પણ રહેશે, પરંતુ વરસાદ થવાની શક્યતા ખુબ જ ઓછી છે.
 
ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે?
 
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને રાજ્યના બીજા વિસ્તારો સુધી પહોંચશે.
 
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે પરંતુ વરસાદનું પ્રમાણ આગાહી પાંચ દિવસ સુધી ઘટતું રહે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
 
રાજ્યમાં અમરેલી, ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે.
 
હાલમાં એવી શક્યતા દેખાઈ રહી છે કે ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત, પર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 19-20 જૂન બાદ ચોમાસું ફરીથી મજબૂત થશે. આ સમયે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે. આ પહેલા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય તેવી કોઈ શક્યતા છે નહિ.
 
જોકે, હાલ ચોમાસું રાજ્યમાં આગળ વધતું થંભી જાય કે ઓછો વરસાદ પડે તેનો ચોમાસાના ચાર મહિના દરમિયાન થતા વરસાદ પર કોઈ પ્રભાવ પડતો નથી.
 
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?
 
હવામાન વિભાગે 12 અને 13 જૂનના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
 
12 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર તથા સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
 
13 જૂનના રોજ કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં ઉપરોક્ત જિલ્લા સિવાય સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
 
14 જૂનથી હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે અને હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે પણ વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે 14 અને 15 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત તથા ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ વરસાદની આગાહી કરી છે.
 
જે બાદ 16 અને 17 જૂને વરસાદનું પ્રમાણ વધારે ઘટી જશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
 
જોકે, આ કોઈ જિલ્લામાં હવામાન વિભાગે ભારે કે અતિભારે વરસાદની આગાહી કરી નથી. આ તમામ જિલ્લામાં હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.