મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (18:05 IST)

ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 277 રનનો ટારગેટ, પહેલી વનડેમાં વોર્નરના ફિફ્ટી, શમીએ લીધી 5 વિકેટ

ઓસ્ટ્રેલિયન ટીમે ODI સિરીઝની પ્રથમ મેચમાં ભારતને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ આપ્યો છે. મોહાલીના આઈએસ બિદ્રા સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 10 વિકેટે 276 રન બનાવ્યા હતા.
 
ઓપનર ડેવિડ વોર્નરે 52 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે સ્ટીવ સ્મિથે 41 રન બનાવ્યા હતા.
 
ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી.
 
વરસાદને લીધે રોકવી પડી મેચ 
ઓસ્ટ્રેલિયાનો દાવ 35.4 ઓવર પર વરસાદને કારણે રોકવો પડ્યો. જો કે થોડી જ વારમાં વરસાદ બંધ થઈ ગયો અને મેચ બીજીવાર શરૂ થઈ. 
  
ડેવિડ વોર્નરની 49 બોલમાં ફિફ્ટી
ઓપનર ડેવિડ વોર્નરે તેની ODI કારકિર્દીની 29મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 98.11ના સ્ટ્રાઈક રેટથી 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
 
વોર્નર-સ્મિથે ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી
4 રનમાં મિશેલ માર્શની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 106 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી રવિન્દ્ર જાડેજાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી.
 
પાવરપ્લે- ઓસ્ટ્રેલિયાની સરેરાશ શરૂઆત
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સરેરાશ રહી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટે 42 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં ભારતીય ટીમને સફળતા અપાવી હતી. તેણે ઓપનર મિચેલ માર્શને 4 રન પર આઉટ કર્યો હતો.