શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (08:58 IST)

સ્કૂટી પર જઇ રહેલા કાક અને ભત્રીજાને ટ્રકે મારી ટક્કર, 6 વર્ષના ભત્રીજાનું મોત

ગોડાદરામાં સ્કૂટી પર જઈ રહેલા કાકા અને 6 વર્ષના ભત્રીજાને ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર બાદ બંને સ્કૂટર નીચે રોડ પર પટકાયા હતા. આ ઘટનામાં બાળક ટ્રકની નીચે આવી જતાં તેનું મોત થયું હતું. સાથે જ કાકાને પણ ગંભીર ઈજા થઈ છે. પરિવારનો આરોપ છે કે ટ્રક ડ્રાઈવર બેજવાબદારીથી ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. જેના કારણે તેણે સ્કૂટરને ટક્કર મારી હતી. આ કેસમાં પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી છે. તેની સામે હત્યા નહીં પણ દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
 
બાળકના પિતા આશિષ કુમાર રમાપતિ તિવારીએ જણાવ્યું કે સોમવારે ચંદીગઢ જવા માટે બપોરે 3:30 વાગ્યે ટ્રેન હતી. ઘરેથી નિકળવા માટે ઓટો રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સામાન રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તે પત્ની સંધ્યા અને પુત્રી હર્ષિતા સાથે ઓટો રિક્ષામાં બેસી ગયા. ઓટો રિક્ષામાં બધો સામાન આવતો ન હતો. જેના લીધે તેનો નાનો ભાઈ પ્રમેન્દ્ર તેને રેલ્વે સ્ટેશન સુધી મૂકવા સ્કૂટી પર આવ્યો હતો. સ્કૂટી પર બેગ રાખવામાં આવી હતી. તેના 6 વર્ષના પુત્ર હર્ષિતે તેના કાકા પરમેન્દ્ર સાથે સ્કૂટી પર જવાની જીદ કરવા લાગ્યો. 
 
બપોરે 2.30 કલાકે આશિષ તેના પરિવાર સાથે ઓટોમાં સ્ટેશન જવા નીકળ્યા હતા, જ્યારે પરમેન્દ્ર અને હર્ષિત સ્કૂટી પર સ્ટેશન જઈ રહ્યા હતા. લગભગ 2:45 વાગ્યે, એક મોટી ટ્રક (નંબર GJ15 UU 1511) ના ચાલકે પરમેન્દ્રની સ્કૂટીને ટ્રક વડે ટક્કર મારી હતી, જેના કારણે પરમેન્દ્ર અને હર્ષિત એક્ટિવા પરથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં હર્ષિતના માથામાં ટ્રકનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથે જ પરમેન્દ્રના શરીર પર ઘણી ઈજાઓ થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવર ધર્મરાજ સરોજની રાત્રે 9 વાગ્યે ધરપકડ કરી છે.
 
ફરિયાદીએ જણાવ્યું કે તે ચંડીગઢની ફેશન હાઉસ નામની ફૂટવેર કંપનીમાં છેલ્લા 4 વર્ષથી મેનેજર છે અને 1 વર્ષથી પરિવાર સાથે ચંદીગઢમાં રહે છે. 6 ડિસેમ્બરે તેમને રજા આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ પરિવાર સાથે ચંદીગઢથી સુરત આવ્યા હતા. ફરિયાદીના ભત્રીજા સત્યમે જણાવ્યું કે બંને જોડિયા હતા. હર્ષિત અને હર્ષિતાનો જન્મ એક જ દિવસે થયો હતો. બંનેની ઘણી સરખી આદતો હતી.
 
આ ઘટના બાદ ઘરમાં શોકનો માહોલ છે. પરમેન્દ્રને કરોડરજ્જુમાં પણ મોટી ઈજા થઈ છે. હર્ષિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ પરિવાર ચંદીગઢમાં રહેતો હતો અને તેમના વતન ગામ જૌનપુરમાં ફંક્શન હોવાથી તેઓ ચંદીગઢથી સુરત આવ્યા હતા.