મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (17:17 IST)

વલસાડ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ, સમાધાનના બહાને યુવકને ઢોર માર મારતા મોત

બબાલ એટલી હદે વધી ગઈ હતી કે સમાધાન પંચ પણ યુવકને છોડવવામાં નાકામ રહ્યું હતું. યુવતીના પરિવારે યુવકને પંચની સામે જ ઢોર માર માર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ યુવકને પંચના સભ્યોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પણ શરીરના અંદરના ભાગે ખૂબ  જ ઈજાઓ થતા સારવાર દરમિયાન યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.સમગ્ર મામલે સમાધાન પંચ પણ સવાલો ઉઠી રહ્યા છે અને સમગ્ર ઘટનામાં પંચના સભ્યોની સંડોવણી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો પોલીસે યુવતીના પરિવારના 7 સભ્યોની ફરિયાદને આધારે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મૃતક યુવકના પરિવારજનો કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે