બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:41 IST)

જાણો રાહુલ ગાંઘી અને વિજય રૂપાણી વચ્ચે ટ્વિટર પર કેમ બબાલ થઈ?,

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સવાલ ઉઠાવ્યા બાદ હવે સીએમ વિજય રૂપાણીએ આ નિવેદનની નિંદા કરી છે. રાહુલ દ્વારા રજૂ કરાયેલા તથ્યોને ખોટા જણાવતા રૂપાણીએ તેમને ખોટું બોલવાનું મશીન કહી દીધા અને સમિટને આ વખતે વધારે સફળ કહેતા કેટલાક આંકડા પણ રજૂ કર્યા. તો રાહુલ ગાંધીના નિવેદન બાદથી જ બીજેપીએ તમામ સમર્થકો તેમના દાવા પર સવાલ કરી રહ્યા છે.હકિકતમાં રવિવારે એક એંગ્રેજી ન્યૂઝ પેપરમાં છપાયેલી ખબરના આધારે રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરાતી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ પર સવાલો કર્યા હતા. આ વિશે ટ્વિટ કરતા રાહુલે લખ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી નારાજ રોકાણકાર હવે પીએમની અધ્યક્ષતામાં થનારા આ કાર્યક્રમમાં જોડાવવા નથી ઈચ્છતા અને તેમણે આ કાર્યક્રમમાં શામેલ ન થવાનો નિર્ણય કર્યો છે. રાહુલના આ ટ્વીટ બાદથી જ બીજેપીના સમર્થકો સતત તેની નિંદા કરી રહ્યા છે, તો સોશિયલ મીડિયા વોરમાં મોડી રાત્રે ખુદ સીએમ રૂપાણી પણ કૂદી પડ્યા.સવારે કરાયેલા રાહુલના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા રૂપાણીએ પોતાના ટ્વિટમાં લખ્યું, રાહુલ ગાંધી તમે બેશરમ અને ખોટું બોલનારા વ્યક્તિ છો. આ વખતની વાઈબ્રન્ટ ગુજરાતમાં વધારે દેશો ભાગ લેવા જઈ રહ્યા છે, જેની સાબિત અહીં છે.’ આ ટ્વીટ સાથે તેમણે એક લિંક પણ શેર કરી. રૂપાણી ઉપરાંત અન્ય ઘણા બીજેપી સમર્થકોએ પણ રાહુલ ગાંધીના ટ્વીટની નિંદા કરી.સીએમ રૂપાણીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, તમારા ટ્વીટની ભાષા જણાવે છે કે તમે ગુજરાતમાં હાર્યા બાદ કેટલા હતાશ છો અને ગુજરાતી લોકો રાજ્ય પ્રત્યે તમારી નફરતને સમજે છે અને આથી સતત તમારી સરકારને નકારી કાઢવામાં આવી છે.