બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (12:32 IST)

પાટીદાર આંદોલન બાદ રચાયેલા બોર્ડે સવર્ણો પાછળ કુલ ગ્રાન્ટના માત્ર પાંચ ટકા જ ખર્ચ કર્યો

પાટીદાર આંદોલન બાદ ગુજરાત સરકારે બિન અનામત આયોગની રચના કરી સવર્ણોને મહત્તમ લાભ આપવાની જાહેરાત કરી હતી.પણ વિધાનસભામાં ખુદ સરકારે જ કબૂલાત કરી છેકે, ગુજરાત બિન અનામત આયોગમાં હજુય રૂા.૧૧૪૧૩ લાખ વણવપરાયેલા પડી રહ્યાં છે. સરકાર પાટીદાર સહિત સવર્ણ સમાજના લાભાર્થીઓને જાણે લાભ આપવામાં ય કંજુસાઇ કરી રહી છે.
વિધાનસભામાં ભાજપ સરકારે એવી વિગત આપી છેકે, રાજ્ય સરકારે ગુજરાત બિનઅનામત આયોગને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂા.૧૦૦ લાખ જયારે વર્ષ ૨૦૧૯-૧૯માં રૂા.૧૧૮૦૦ લાખની ગ્રાન્ટ આપી હતી. બિન અનામત આયોગે વર્ષ ૨૦૧૭-૧૮માં તો સવર્ણો પાછળ ફુટી કોડી ય વાપરી નહી. વર્ષ ૨૦૧૮-૧૮માં રૂા.૪૮૬ લાખનો ખર્ચ કરી બિન અનામત વર્ગના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ, છેલ્લા બે વર્ષમાં કુલ ગ્રાન્ટના માત્ર પાંચ ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો. આજેય ગુજરાત બિનઅનામત આયોગ પાસે રૂા.૧૧૩૧૩.૭૭ લાખ વણવપરાયેલી ગ્રાન્ટ પડી રહી છે. આમ,ઇબીસી અનામતનો જાશ ખાટવામાં આવી રહ્યો છે પણ લાભ આપવામાં સરકાર પીછેહટ કરી રહી છે.