શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :બેંગલુરૂ , બુધવાર, 6 જૂન 2018 (12:11 IST)

ઓલા કેબ ડ્રાઈવરે ધાકધમકીથી યુવતીના કપડાં ઉતરાવી ફોટા પાડ્યા, ડ્રાઈવરની ધરપકડ

. બેંગલુરૂમાં એક 26 વર્ષીય યુવતી સાથે ઓલા કૈબમાં કથિત રૂપે છેડછાડ કરવામાં આવ્યાનો મામલો સામે આવ્યો છે.  યુવતીએ ડ્રાઈવર બંદી બનાવીને તેની સાથે છેડખાની કરવાનો આરોપ લગાવ્યો છે.  ડ્રાઈવરે તેને કપડા ઉતારવા મજબૂર કરી અને પછી તેના ફોટો ખેંચી લીધા. 
 
ઘટના એક જૂનની રાતની છે. યુવતીને મુંબઈ જવુ હતુ. તેણે એયરપોર્ટ જવા માટે ઓલા કૈબ બુક કરાવી હતી.  થોડીવાર પછી જ ડ્રાઈવર કૈબને બીજા રસ્તે ચલાવવા લાગ્યો.  યુવતીએ તેને પુછ્યુ તો એ બોલ્યો કે આ શોર્ટકટ છે અને અહી જલ્દી પહોંચી જવાશે.  પણ ડ્રાઈવરે એયરપોર્ટ પાસે એક સુમસામ સ્થાન પર કાર રોકી દીધી અને તેની છેડછાડ શરૂ કરી. તેણે મોબાઈલ પણ છીનવી લીધો. યુવતી મુજબ ડ્રાઈવરે ધમકી આપી કે જો એ ચીસાચીસ કરશે તો તે પોતાના મિત્રોને બોલાવીને તેનો રેપ કરાવશે.  ત્યારબાદ ડ્રાઈવરે કપડા ઉતારવા માટે મજબૂર કરી. પછી એ યુવતીના ફોનથી  જ ફોટો ખેંચી લીધા અને વોટ્સએપથી પોતાના ફોનમાં ટ્રાંસફર કરી લીધા. 
 
યુવતી ડ્રાઈવર આગળ કરગરવા લાધી ત્યારબાદ ડ્રાઈવરે તેને એયરપોર્ટ પાસે છોડી દીધી. ત્યાબાદ યુવતીએ ઈ-મેલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે એફઆઈઆર નોંધીને આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. 
 
કંપનીએ બતાવ્યુ દુ:ખ 
 
ઓલાએ આ ઘટના પર નિવેદન રજુ કરી દુખ બતાવ્યુ છે. કંપનીએ જણાવ્યુ કે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરી દીધો. અમે કેસની તપાસમાં પોલીસ સાથે સહયોગ કરી રહ્યા છે.