ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 7 ઑગસ્ટ 2021 (21:55 IST)

નીરજ ચોપડાને ઓલિંપિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર 6 કરોડ રૂપિયા - હરિયાણા સરકાર

હરિયાણા સરકાર (Haryana Government)એ એથલેટિક્સમાં ભારતને પ્રથમ ઓલિંપિક (Olympics) સુવર્ણ પદક (Gold Medal) જીતવા પર નીરજ ચોપડા  (Neeraj Chopra) એ નકદ પુરસ્કાર આપવાની જાહેરાત કરી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઓલિમ્પિકમાં પુરૂષોની ભાલા ફેંકમાં પદક જીતનારા નીરજ ચોપડાએ  6 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી. હરિયાણા સરકારે નીરજ ચોપડાને છ કરોડ રોકડા પુરસ્કાર ઉપરાંત પ્રથમ શ્રેણી અધિકારીની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હરિયાણામાં ક્યાય પણ 50 ટકા કન્સેશન પર પ્લોટ આપવાનુ પણ એલાન કર્યુ છે. એટલુ જ નહી નીરજ ચોપરાને પંકકુલામાં બનનારા એથલીટ સેંટરના હેડ પણ બનાવવામાં આવશે. 
 
23 વર્ષીય નીરજે સુવર્ણ પદક જીતવા માટે ચેક ગણરાજ્યની જઓડી જૈકબ વાડલેજ અને વિટેજસ્લાવ વેસ્લીથી આગળ નીકળવા માટે 87.58નો સર્વશ્રેષ્ઠ પ્રયાસ નોંધાવ્યો. આ ટોક્યો ઓલિંપિકમાં ભારતનો પ્રથમ સુવર્ણ પદક છે. બીજીંગમાં 2008 અભિનવ બિન્દ્રાની વીરતા પછી ઓલિમ્પિકના ઇતિહાસમાં દેશનો બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ છે.
 
નીરજ ચોપરાને તેમની જીત માટે અભિનંદન આપતા સીએમ મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે દેશ લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો છે.અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. આ પહેલા મનોહરલાલ ખટ્ટરે ભાલા ફેંકની ફાઈનલ જોતા પોતાની એક તસ્વીર ટ્વીટ કરી હતી. 
 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા આપતા ટ્વીટ કર્યુ - નીરજ ચોપડાની અભૂતપૂર્વ જીત ! તમારા ભાલાએ અવરોધોને તોડતા સોનુ જીતીને ઈતિહસ રચ્યો છે. તમે તમારા પહેલા ઓલિંપિકમાં ભારતને પહેલીવાર ટ્રેક અને ફીલ્ડમાં પદક અપાવ્યો.  તમારુ પરાક્રમ આપણા યુવાનોને પ્રેરણા આપશે. ભારત ઉત્સાહિત છે. હાર્દિક અભિનંદન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું - ટોક્યોમાં શુ  ઇતિહાસ રચાયો છે! નીરજ ચોપરાએ આજે ​​જે પ્રાપ્ત કર્યું છે તે હંમેશા યાદ રહેશે. યુવાન નીરજે અસાધારણ રૂપે  સારું પ્રદર્શન કર્યું છે. તે નોંધપાત્ર ઝૂનુન સાથે રમ્યો અને અદ્વિતીય ધીરજ બતાવી. તેને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન.