1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (14:28 IST)

ગેંગરેપ બાદ રોડ પર નિર્વસ્ત્ર દોડી સગીરા

મુરાદાબાદ(યુપી) સોશિયલ મીદિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો  છે. જેમાં એક સગીર છોકરી નગ્ન   હાલતમાં ઘરે પહોંચવા માટે મુરાદાબાદ-ઠાકુરદ્વારા રોડ પર લગભગ બે કિલોમીટર સુધી ચાલતી જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પાંચ લોકોએ આ છોકરીનુ અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કર્યો. વીડિયોમાં કેટલાક રાહગીર છોકરીની મદદ કરવાની જગ્યા મૂકદર્શક બની જોઈ રહ્યા છે. જયારે બીજા  તેનો વીડિયો બનાવી રહ્યા છે. રિપોર્ટસ મુજબ ઘટના બે અઠવાડિયા પહેલાની છે. પણ વાયરલ વીડિયો હવે સામે આવ્યો છે. 
 
છોકરીના સંબંધીઓએ કહ્યુ. "જ્યારે તે ઘરે પરત આવી તો તેનુ  ખૂબ લોહી વહી રહ્યુ હતુ. અને તેણે અમને પોતાની  આપવીતી સંભળાવી, " તે પછી તેણે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સાથે  સંપર્ક કર્યો, પણ જ્યારે સુધી જીલ્લા પોલીસ પ્રમુખ એસએસપી હેમંત કુટિયાલની સામે  ઘટના ન આવી ત્યા સુધી કોઈ કાર્યવાહી શરૂ ન ન થઈ. પછી પોલીસ હરકતમાં આવી અને 7 સપ્ટેમ્બરના રોજ  એફઆઈ આર નોંધાવી આરોપીની ધરપકડ કરી લીધી. ફરિયાદીએ એફઆઈઆરમાં એમ પણ જણાવ્યું કે આરોપીના પરિવારજનોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મુરાદાબાદ જિલ્લાના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની રહેવાસી 15 વર્ષની છોકરી આ મહિનાની 1 સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ 7.00 વાગ્યે ગામ પાસે લાકડીનો મેળો જોવા ગઈ હતી. આરોપ છે કે જ્યારે કિશોરી મેળો જોઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે બે બાઇક પર આવેલા ભોજપુરના ઈસ્લામ નગર ગામના રહેવાસી આરોપી નીતિન, અજય, કપિલ નૌસે અલી અને ઈમરાન રસ્તામાં તેનું અપહરણ કરી ગયા હતા. આરોપી કિશોરીને બળજબરીથી ઉપાડી ગયા અને પોતાની સાથે સૈયદપુર ખાદર ગામના જંગલમાં લઈ ગયા. જ્યાં આરોપીઓએ તેની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જંગલમાં બાળકીની ચીસો સાંભળીને ખેતરમાં પાણી નાંખી રહેલો ખેડૂત જ્યારે ત્યાં પહોંચ્યો તો આરોપી ભાગવા લાગ્યો. બાઇક પર આવેલા યુવકોએ પીડિતાને તેમની સાથે નગ્ન અવસ્થામાં રસ્તા પર ભાગવાનુ દબાણ કર્યુ.  આ શરમજનક ઘટનાનો વીડિયો  મંગળવારે વાયરલ થયા બાદ પોલીસ અને પ્રશાસનની સાથે સામાન્ય લોકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. જ્યારે અગાઉ પોલીસ આ બાબતને હળવાશથી લઈ રહી હતી. SSPના આદેશ પર પોલીસે આ મામલે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.