રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મુંબઈ , સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:23 IST)

ગેટ બંધ કરતી વખતે એયર ઈંડિયાના વિમાનમાંથી પડી એયર હોસ્ટેસ, હાલત ગંભીર

. છત્રપતિ શિવાજી ટર્મિનલથી દિલ્હી માટે જઈ રહેલ એયર ઈંડિયાના વિમાન એઆઈ 864માંથી એક એયર હોસ્ટેસ (53)પડી ગઈ. તેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ્કરવામાં આવી છે. તેની હાલત ગંભીર બતાવાય રહી છે. આ દુર્ઘટના ઉડાન ભરવાના થોડા મિનિટ પહેલા થઈ. હાલ એ જાણ નથી થઈ કે આ દુર્ઘટના ક્યારે થઈ. 
 
એર ઇન્ડિયા કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાનું વિમાન એઆઇ-864 મુંબઇથી દિલ્હી માટે ઉડાણ ભરવાની તૈયારીમાં હતું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સૂત્રોએ જણાવ્યું કે, એર હોસ્ટેસ દરવાજો બંધ કરતા સમયે વિમાનમાંથી પડી ગઇ હતી. તેને નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જોકે, એર ઇન્ડિયાએ હજુ સુધી આ અંગે કોઇ સતાવાર નિવેદન આપ્યું નથી.