રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગજરૌલા. , શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (14:53 IST)

UP: ગર્ભવતી પત્ની સાથે ગંગામાં કુદાવી દીધી કાર

car in ganga
car in ganga
ગર્ભવતી પત્નીને લઈને માતા-પિતા સાથે વિવાદ પછી એક યુવક પોતાનો ગુસ્સો ખોઈ બેસ્યો. પત્નીને કારમાં બેસાડીને કાર સહિત ગંગામાં છલાંગ લગાવી દીધી. પરિજનોએ રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો તો તેમને ટક્કર મારીને ઘાયલ કરી દીધા. ઘટનાની માહિતી મળતા પોલીસ-પ્રશાસનના અધિકારી પણ પહોચી ગયા. ગાડી સહિત બંને ગાયબ છે. મોડી રાત સુધી પીએસીના જવાન શોઘખોળમાં લાગ્યા હતા. 
 
ગામ સિકરી ખાદર નિવાસી શાહનેઆલમ દિલ્હીમાં દરજીનુ કામ કરે છે. ગુરૂવારની સાંજે તે પોતાની પત્ની નાજિયાને દિલ્હી લઈ જવા માટે કહી રહ્યા હતા. આ વાતને લઈને પિતા સાબિર અને મા સાથે વિવાદ થઈ ગયો. વિવાદ પછી બંને પતિ-પત્ની આત્મહત્યા કરવાની ધમકી આપીને કારમાં સવાર થઈ ગયા. જેવી જ તેમને ગાડી ચાલુ કરી તો તેને રોકવા માટે પિતા સાબિર, મા અને બહેન મંતસા કારની આગળ ઉભા થઈ ગયા. જેથી તે આ બધાને ટક્કર મારીને ગાડીને લઈને જતો રહ્યો. 
 
વધેલા જળસ્તરથી ગાયબ થઈ કાર 
આ દરમિયાન સૂચના મળી કે તેમના પડોશી ગામ પપસરાના બાંધ પરથી કાર સહિત ગંગામાં છલાંગ લગાવી દીધી. હાલ પૂરનુ પાણી આવવાને કારણે જળસ્તર વધતુ જઈ રહ્યુ છે. જેને કારણે કાર પાણીમાં વહેતા આગળ જઈને ગાયબ થઈ ગઈ. 
 
મામલાની માહિતી મળ્યા બાદ એસડીએમ રાજીવ રાજ અને સીઓ અરુણ સિંહ પણ ઘટના સ્થળ પર પહોચી ગયા. પછી પીએસી જવાન ઘટના પર પહોચ્યા અને કાબોંગ કરતા શોધખોળ શરૂ કરી દીધી. જો કે મોડી રાત સુધી દંપતી અને કાર વિશે કશુ ભાળ મળી નથી.