ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 30 જુલાઈ 2021 (09:56 IST)

દેશમાં સતત વધી રહી છે કોવિડ R-Value, જાણો શુ છે આર વેલ્યુ અને ક્યા રાજ્યએ વધારી ચિંતા

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) નો નિર્ણ ફેલવાની ગતિનો સંકેત આપવાનો આર-ફેક્ટરમાં ફેક્ટરમાં ક્રમિક રૂપથી વધારો થઈ રહ્યો છે અને આ સંદર્ભમાં કેરલ અને પૂર્વોત્તર રાજ્યોના ટોચ પર રહેવાથી મહામારી ફરીથી માથુ ઉંચકવાથી ચિંતા વધી રહી છે. ચેન્નઈના ગણિતિય વિજ્ઞાન સંશાનના શોધકર્તાઓના વિશ્લેષણમાં કહેવામાં આવ્યુ છ એકે દેશના બે મહાનગર પુણે અને દિલ્હીમાં આર વેલ્યુ એકના નિકટ છે./ આર વેલ્યુ કે સંખ્યા, કોરોના વાયરસના ફેલાવવાની ક્ષમતાને રજુ કરે છે. 
 
વિશ્લેષણ મુજબ જ્યારે કોવિડ-19 મહામારીની બીજી લહેર ટોચ પર હતી, ત્યારે દેશમાં સંપૂર્ણ આર-વેલ્યુ 9 માર્ચથી 21 એપ્રિલની વચ્ચે 1.37 હોવાનુ અનુમાન હતુ. . 24 એપ્રિલથી 1 મે વચ્ચે તે ઘટીને 1.18 થઈ અને પછી 29 એપ્રિલથી 7 મે વચ્ચે 1.1 થઈ ગઈ. 9 મેથી 11 મેની વચ્ચે, દેશમાં આર મૂલ્ય 0.98 ની આસપાસ હોવાનુ અનુમાન હતુ. જે 14 મે અને 30 મેની વચ્ચે ઘટીને 0.82 પર,   15 મે અને 26 જૂનની વચ્ચે 0.78 પર આવી ગયુ. જો કે, આર-મૂલ્ય ફરીથી 20 જૂન અને 7 જુલાઈની વચ્ચે 0.88 સુધીવધ્યું હતું અને 3 જુલાઈથી 22 જુલાઇની વચ્ચે વધીને 0.95 પર પહોંચી ગયું હતું.
 
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સની રિસર્ચ ટીમનું નેતૃત્વ કરનાર સીતાભ્રા સિંહાએ જણાવ્યું હતું કે, "એક વિશ્વસનીય અનુમાન મેળવવા માટે ભારતમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં મોટો વધઘટ થઈ રહ્યો છે, પરંતુ આંકડાઓએક નિકટની વેલ્યુ રહેવા તરફ ઈશારો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ઉપર અથવા નીચે જઇ શકે છે. 
 
આર-વેલ્યુના ઘટવા-વધવાનો શુ મતલબ ? 
 
આર વેલ્યુ 0.95 નો અર્થ એ છે કે દરેક 100 સંક્રમિત લોકો સરેરાશ બીજા 95  લોકોને ચેપ લગાડશે.  જો આર વેલ્યુ એક કરતા ઓછી છે તેનો મતલબ એ થશે કે નવા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અગાઉના સમયમાં સંક્રમિત થયેલા લોકોની સંખ્યા કરતા ઓછી રહેશે. જેનો અર્થ એ છે કે સંક્રમણના કેસ ઘટી રહ્યા છે.
 
જેટલું ઓછી આર-વેલ્યુ થશે, તેટલો ઝડપથી રોગ ઘટશે. તેનાથી ઉલટુ, જો 'આર' એક કરતા વધારે હશે તો સંક્રમિતોની  સંખ્યા દરેક તબક્કામાં વધશે - તકનીકી રીતે, આને રોગચાળાનો તબક્કો કહેવામાં આવે છે.
 
આ સંખ્યા જેટલી મોટી છે તેટલી ઝડપથી મહામારી લોકોમાં ફેલાશે. કેરલમાં સારવાર હેઠળ સૌથી વધુ દર્દીઓ છે અને આર વેલ્યુ સતત  1.11 ની આસપાસ રહી છે. 
 
સિન્હાએ કહ્યું, "એવું લાગે છે કે તે (કેરળ) આગામી કેટલાક અઠવાડિયામાં આ બાબતમાં ટોચ પર રહેશે. ઉત્તર-પૂર્વમાં પરિસ્થિતિ વધુ વિકટ છે જ્યાં મોટાભાગનાં રાજ્યોમાં આર-વેલ્યુ એક કરતા વધારે છે. "
 
 કેન્દ્ર છ સભ્યોની ટીમને કેરલ મોકલશે 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું, “કેન્દ્ર સરકાર એનસીડીસીના ડિરેક્ટરની આગેવાની હેઠળ છ સભ્યોની ટીમને કેરલ મોકલી રહી છે. કેરલમાં હજુ પણ કોવિડના કેસ વધુ આવી રહ્યા છે છે તેથી ટીમ કોવિડ મેનેજમેન્ટમાં રાજ્યના ચાલુ પ્રયાસોમાં મદદ કરશે.