ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (12:59 IST)

બોમ્મઈ એ લીધી કર્ણાટકના સીએમની શપથ, યેદિયુરપ્પાના પગે પડીને લીધા આશીર્વાદ, કહ્યુ - કામ આવશે અનુભવ

કર્ણાટકના 23માં મુખ્યમંત્રીના રૂપમાં બસવરાજ બોમ્મઈએ શપથ લીધી છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનુ સ્થાન લેશે. શપથ લેતા પહેલા બસવરાજે કહ્યુ કે તેમને યેદિયુરપ્પાના લાંબા અનુભવનો ફાયદો મળશે. આટલુ જ નહી શપથ લીધા પછી બોમ્મઈએ યેદિયુરપ્પાના પગે પડીને તેમના આશીર્વાદ લીધા  બે દિવસ પહેલા જ બીજેપીની સ્ટેટ યૂનિટ અને સરકારમાં ખેંચતાણ વચ્ચે બીએસ યેદિયુરપ્પાએ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. જો કે તેમના રાજીનામાનુ એક કારણ તેમની વય પણ બતાવાઈ રહી છે. બીએસ યેદિયુરપ્પાના નિકટના કહેવાતા બોમ્મઈને સીએમ બનાવીને પૂર્વ સીએમ અને લિંગાયત સમુહ બંનેને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. બોમ્મઈ પણ એ જ લિંગાયત સમુહમાંથી આવે છે, જેની સાથે યેદિયુરપ્પાનુ રિલેશન હતુ. 

 
28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઇ કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતોના મંત્રી છે. તેમના પિતા એસઆર બોમ્મઇ રાજ્યના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, બસવરાજે જનતા દળથી રાજકારણની શરૂઆત કરી હતી. 1998 અને 2004માં તેઓ બેવાર ધારવાડથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા. એના પછી તેઓ જનતા દળ છોડીને 2008માં ભાજપમાં જોડાયા હતા. એ જ વર્ષે, તેઓ હાવેરી જિલ્લાના શિગગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.