ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 26 જુલાઈ 2021 (06:45 IST)

મીરાબાઈ ચાનૂને જીવનભર ફ્રી પિઝા ખવડાવશે ડૉમિનોઝ, ઓલંપિકમાં સિલ્વર મેડલનુ જીતી લાવવાનુ ઈનામ

ભારતની સ્ટાર મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોકિયો ઓલંપિક 2020માં દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે. ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાના અંતિમ પ્રયાસમાં 117 કિલો વજન ઉંચક્યું અને તેને સિલ્વરમાં મેડલથી સંતુષ્ટ થવું પડ્યું. બીજા પ્રયાસમાં તેણે 115 કિલો વજન ઉંચક્યું. જો કે, પ્રથમ પ્રયાસમાં, તે ફક્ત 110 કિલો વજન ઉંચકવામાં સક્ષમ રહી હતી. આ અગાઉ સિડની ઓલિમ્પિક્સ 2000 માં કર્ણ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
 
ચાનૂએ ટોકિયો ઓલંપિકમાં વેટલિફ્ટિંગમાં પદકનો ભારતને 21 વર્ષનો ઈંતજાર ખતમ કર્યો અને રજત પદક જીતીને દેશનુ ખાતુ પણ ખોલ્યુ. તેમણે મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં ક્લીન એંડ જર્કમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો.ચેનેની હાઉ ઝિહૂએ ગોલ્ડ મેડલ પર કબજો કર્યો.
 
એતિહાસિક મેડલ જીત્યા પછી મીરાબાઈએ કહ્યિ હતુ, "મે મહીનાઓથી પિઝા અને આઈસક્રીમ નથી ખાધી છે. તેના આ કૉમેટ પછી ડોમિનો ઈંડિયાએ મીરાબાઈ ચાનૂને જીવનભર ફ્રી પિઝા આપવાનો ઑફર કર્યુ છે. 
 
ડૉમિનોએ ટ્વિટર પર લખ્યુ "મેડલ ઘરે લાવવાની તમને ખૂબ ખૂબ શુભેચ્છા. તમને એ અરબથી વધારે ભારતીઓના સપનાને પૂર્ણ કર્યુ. તેનાથી વધારે ખુશીની વાત બીજી નહી હશે કે અમે તમને જીવનભાર મફત 
પિઝા આપીએ. એક વાર ફરી શુભેચ્છા.