એલન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું, સીઈઓ પરાગ અગ્રવાલને હાંકી કાઢ્યા
અમેરિકાની ડેલવેર કોર્ટે એલન મસ્ક અને ટ્વિટરની કાનૂની લડાઈ પર રોક લગાવીને ટ્વિટર ખરીદીનો સોદો પૂર્ણ કરવા માટે એલન મસ્કને 28 ઑક્ટોબર 2022 સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.
અમેરિકાની ડેલવેર કોર્ટે એલન મસ્ક અને ટ્વીટરની કાનૂની લડાઈ પર વિરામ લગાવતા ટ્વિટર ખરીદીનો સોદો પૂર્ણ કરવા માટે 28 ઑક્ટોબર 2022ના રોજ સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. આ પછી ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના માલિક એલન મસ્ક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઇન્કને ખરીદવા માટે ફરીથી સક્રિય થયા અને તેણે હવે સોદો પૂર્ણ કર્યો છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, એલન મસ્કે ટ્વિટર પર નિયંત્રણની સાથે કંપનીના ઉચ્ચ અધિકારીઓને કાઢી મૂક્યા છે. વોશિંગ્ટન પોસ્ટ અને સીએનબીસીએ અનામી સ્ત્રોતોનો ટાંકીને જણાવ્યું હતું કે, અબજપતિએ ચીફ એક્ઝિક્યુટિવ પરાગ અગ્રવાલ તેમજ કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરને ટ્વીટર સંભાળતાની સાથે જ કાઢી મૂક્યા હતા.
ટ્વીટર એક્વિઝિશન ડીલ પહેલાં એલન મસ્ક બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી. તેમણે પોતાની સફરનો વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેઓ ટ્વીટરના હેડક્વાર્ટરની આસપાસ સિંક લઈને ફરતા હતા અને એકદમ ખુશ દેખાઈ રહ્યા હતા.
એલન મસ્કે ટ્વિટ કરીને ટ્વીટરના કર્મચારીઓના વખાણ પણ કર્યા અને કહ્યું કે, તે ત્યાં કેટલાંક કર્મચારીઓને મળ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલન મસ્કે બુધવારે માઇક્રો-બ્લોગિંગ વેબસિટ ટ્વિટર ઇન્ક લોન્ચ કરી છે. કંપનીના કર્મચારીઓને કહ્યું કે, કંપની સંભાળ્યા પછી કંપનીના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તેમની કોઈ યોજના નથી.